Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરશ્રાવણી લોકમેળામાં છૂટાહાથે મારામારી અને દાદાગીરી - VIDEO

શ્રાવણી લોકમેળામાં છૂટાહાથે મારામારી અને દાદાગીરી – VIDEO

- Advertisement -

- Advertisement -

જામનગર શહેરમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પ્રદર્શન મેદાન અને રંગમતિના મેદાનમાં મહાનગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તહેવાર દરમિયાન જામનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાના કારણે સમગ્ર જિલ્લામાં સ્થિતિ કફોડી બની ગઈ હતી અને ભારે વરસાદથી ભરાયેલા પાણીના કારણે શ્રાવણી મેળા બંધ રાખવા પડયા હતાં. મેળાના રાઇડ ધારકો અને સ્ટોલધારકો દ્વારા તહેવાર દરમિયાન વરસાદને કારણે મેળો બંધ રહેતાં તંત્ર સમક્ષ પ્લોટના રૂપિયા પરત આપવાની માંગણી કરી હતી. જેથી તંત્રએ આ ધારકોને પૈસા પરત આપવાની ખાત્રી આપી હતી. પરંતુ, ત્યારબાદ વરસાદી વિરામ પછી ઉઘાડ નિકળતા શ્રાવણી અમાસ સુધી મેળો ચાલુ રાખવામાં આવ્યો હતો. પરંતુ, તહેવાર પછીના દિવસોમાં ચાલુ રહેલો લોકમેળો મારામારીનો મેળો બની ગયો હતો.
દશમ પછીના મેળામાં મારામારીના બનાવો વધી ગયા હતાં. જેમાં શનિ-રવિ દરમિયાન પ્રદર્શન ખાતેના મેળામાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં મારામારીની ઘટનાઓ બનવા લાગી હતી. જેના કારણે સામાન્ય લોકો મેળામાંથી ગભરાઇને ઘરે જતાં રહેતા હતાં. મારામારીના બનાવની વિગત મુજબ, શનિવારે રાત્રિના સમયે હુડકા રાઈડસમાં બેસેલા રઘુવીરસિંહ અનોપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ અનોપસિંહ જાડેજા (રહે. ઝાખર) નામના બંને શખ્સોનો રાઉન્ડ પૂરો થઈ જતાં નીચે ઉતર્યા ન હતાં. જેથી હુડકાના સંચાલક ફૈઝલ ફારુકભાઈ ખફી એ બંને શખ્સોને નીચે ઉતરવાનું કહેતાં બંનેએ ફૈઝલ સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની જાણ કરાતા એએસઆઈ કે.પી. જાડેજા તથા સ્ટાફે ફૈઝલભાઈના નિવેદનના આધારે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
લોકમેળામાં બીજા દિવસે પણ મારામારીની ઘટના બની હતી. જેમાં લાકડી અને છૂટાહાથે મારામારી કરાતા આ મારામારીના દ્રશ્યો કેેમેરામાં કેદ કરી લીધા હતાં. બીજા દિવસે પણ થયેલી માથાકૂટની ઘટનામાં પોલીસ દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular