Sunday, October 6, 2024
Homeરાષ્ટ્રીયલોકોને સરળતાથી લોન આપવા આરબીઆઇએ શરૂ કર્યું પ્લેટફોર્મ

લોકોને સરળતાથી લોન આપવા આરબીઆઇએ શરૂ કર્યું પ્લેટફોર્મ

- Advertisement -

આરબીઆઇ આવતીકાલથી પબ્લિક ટેક્નોલોજી પ્લેટફોર્મ એટલે કે પબ્લિક ટેક પ્લેટફોર્મનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. આ પબ્લિક ટેક પ્લેટફોર્મ દ્વારા આરબીઆઇ વંચિત વિસ્તારોમાં લોન આપવા અને નાણાકીય સમાવેશને વધારવા માટે કામ કરશે. આરબીઆઇ ના ગવર્નર શક્તિકાંત દાસે ગઈકાલે જણાવ્યું હતું કે આરબીઆઇ ઇનોવેશન હબ લોન સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે એક પબ્લિક ટેક પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યું છે. આ અગાઉ આરબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન આ ટેક્નોલોજી પ્લેટફોર્મ પર બેંકો 1.6 લાખ રૂપિયાની કિસાન ક્રેડિટ કાર્ડ લોન, દૂધ ઉત્પાદકોને લોન,એમએસએમઇ ઉદ્યોગોને કોઈપણ જામીન વગર લોન અને પર્સનલ લોન, હોમ લોન આપવાનું કામ કરી શકશે. આ ઉપરાંત આરબીઆઇ ધિરાણકર્તાઓને જરૂરી ડિજિટલ માહિતીની મદદથી કોઈપણ અવરોધ વિના લોન આપવાની સુવિધા આપવા માંગે છે. આ માટે આરબીઆઇ પ્રાયોગિક ધોરણે તેનું પબ્લિક ટેક્નોલોજી પ્લેટફોર્મ શરૂ કરશે. દેશની સેન્ટ્રલ બેંકને આશા છે કે આ પ્લેટફોર્મ પર ઓપન એપ્લીકેશન પ્રોગ્રામ ઈન્ટરફેસ અને ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ દ્વારા એવા લોકોને લોન આપવામાં આવશે જેમની પાસે લોન લેવાની તકો નથી.
આ માટે આરબીઆઇ એ એક નિવેદનમાં જણાવ્યું હતું.

- Advertisement -

આ ડિજિટલ પ્લેટફોર્મ ઓપન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓપન ’એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ’ અને ધોરણોથી સજ્જ હશે, જેથી નાણાકીય ક્ષેત્રના તમામ એકમો ’પ્લગ એન્ડ પ્લે ’ મોડલ પર કોઈપણ મુશ્કેલી વિના જોડી શકાય છે. એપીઆઇ એ એક સોફ્ટવેર છે જે બે એપ્લિકેશનોને એકબીજા સાથે સંપર્ક સ્થાપિત કરવાની મંજૂરી આપે છે. એપીઆઇ એ એકમોની અંદર અને સમગ્ર ડેટા મેળવવા અને શેર કરવાની એક સુલભ રીત છે. પબ્લિક ટેક પ્લેટફોર્મ પર આધાર દ્વારા ઈલેક્ટ્રોનિક કેવાયસી, રાજ્ય સરકારોના લેન્ડ રેકોર્ડ, પાનની માન્યતા, આધાર ઈ-સિગ્નેચર અને ઘર અને મિલકતની શોધનું કામ કરી શકાય છે. આરબીઆઇ એ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન મેળવેલા અનુભવોના આધારે વધુ ઉત્પાદનો, માહિતી પ્રદાતાઓ અને ધિરાણકર્તાઓને પણ દાયરામાં લાવવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular