ફ્રાન્સના અબજોપતિ ઉદ્યોગપતિ ઓલિવર દસોનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોએ દસૌના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમની કંપની રાફેલ ફાઇટર પ્લેન પણ બનાવે છે. દસૌ ફ્રાંસની સંસદના સભ્ય પણ હતા. ફ્રેન્ચ ઉદ્યોગપતિ સર્ગે દસૌના સૌથી મોટા પુત્ર અને દસૌના સ્થાપક, માર્કેલ દસૌના પૌત્ર ઓલિવર દસૌ 69 વર્ષના હતા.
જો કે, રાજકીય કારણો અને હિતોના સંઘર્ષને ટાળવા માટે તેમણે દસૌ બોર્ડમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. 2020ના વર્ષ માટે ફોર્બ્સના સૌથી ધનિક લોકોની યાદીમાં દસૌને તેના બે ભાઇઓ અને બહેન સાથે 361માં ક્રમે સ્થાન મળ્યું હતું. સમાચાર મુજબ, રવિવારે તેઓ વેકેશન પર ગયા હતા ત્યારે તેમનું ખાનગી હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાઇલટનું પણ મોત નીપજ્યું છે
દસૌ ગ્રુપ પાસે એવિએશન કંપની ઉપરાંત લી ફિગારો અખબાર પણ છે. તે ફ્રાંસની રાષ્ટ્રીય વિધાનસભા માટે 2002માં ચૂંટાયા હતા અને ફ્રાંસના ઓઇસ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા હતા. રિપબ્લિક પાર્ટીના સાંસદ ઓલિવર દસૌની સંપત્તિ અંદાજે 7.3 અરબ અમેરિકી ડોલર છે.
રાષ્ટ્રપતિ મેક્રોને દસૌના મૃત્યુ બાદ ટ્વિટર પર લખ્યું, ‘ઓલિવર દસૌ ફ્રાન્સને ચાહતા હતા. તેમણે ઉદ્યોગ નેતા, એરફોર્સના કમાન્ડર તરીકે દેશની સેવા કરી. તેમના અચાનક અવસાનથી દેશને એક મોટી ખોટ પડી છે. તેના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના.
રાફેલના માલિકનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત
આ ખાનગી હેલિકોપ્ટરના પાયલોટનું પણ મૃત્યુ