Saturday, April 20, 2024
Homeરાષ્ટ્રીયપંજાબના મુખ્યમંત્રીએ સ્ટીંગ કરી ભ્રષ્ટાચારી મંત્રીને હાંકી કાઢયા

પંજાબના મુખ્યમંત્રીએ સ્ટીંગ કરી ભ્રષ્ટાચારી મંત્રીને હાંકી કાઢયા

આપ સરકારે નવો ચીલો પાડી અન્ય પક્ષો માટે દાખલો બેસાડયો

- Advertisement -

પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે નવો ચિલો પાડયો છે. મુખ્યમંત્રી ભગવંત માને રાજકારણના શુધ્ધિકરણની દિશામાં પહેલ કરતાં પોતાની સરકારના જ ભ્રષ્ટાચારી મંત્રીનું સ્ટીંગ ઓપરેશન કરી તેની હકાલપટ્ટી કરી છે. એટલું જ નહીં આ ભ્રષ્ટ મંત્રી સામે એફઆઇઆર દાખલ કરાવી તેની ધરપકડ પણ કરવામાં આવી છે.

- Advertisement -

પંજાબની આપ સરકારના પગલાને આવકારવામાં આવી રહ્યું છે. તેમજ અનય પક્ષો પણ રાજકારણના શુધ્ધિકરણ અને ભ્રષ્ટાચાર નાબુદીની દિશામાં પ્રમાણિક પ્રયાસ કરે તે માટે દાખલો બેસાડયો છે. પંજાબની ભગવંત માન સરકારે ભ્રષ્ટાચાર સામે મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. આપ સરકારે પોતાના જ કેબિનેટ મંત્રી વિજય સિંગળાને સ્વાસ્થ્ય મંત્રી પદેથી હટાવી દીધા હતા, તેમને પદ પરથી હટાવ્યાના થોડા જ સમય બાદ તેમની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. ઝિરો ટોલરંસની નીતિના ભાગરુપે આપ સરકારે મોટુ પગલુ ભર્યું હતું. ભ્રષ્ટાચારના આરોપી સિંગળાને મંત્રી પદેથી હટાવવાની જાહેરાત ખુદ મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા કરવામાં આવી હતી. હજુ બે મહિના પહેલા જ પંજાબમાં આપની સરકાર બની હતી, એવામાં સ્વાસ્થ્ય મંત્રી પદે રહીને સિંગળાએ ભ્રષ્ટાચાર કરવાનું શરૂ કરી દીધુ હતું. માને કહ્યું હતું કે અમને એવી જાણકારી મળી હતીે. સિંગળા ટેંડરમાં એક ટકા કમિશન માગી રહ્યા હતા. તેમને પદ પરથી હટાવ્યાની સાથે જ પોલીસને જાણ કરવામાં આવી છે કે સિંગળાની સામે ભ્રષ્ટાચારનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular