Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતરાજ્ય સાથે દ્વારકા જિલ્લામાં પણ ટીડીઓ સમકક્ષ અધિકારીઓની બઢતી-બદલી

રાજ્ય સાથે દ્વારકા જિલ્લામાં પણ ટીડીઓ સમકક્ષ અધિકારીઓની બઢતી-બદલી

- Advertisement -

રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગઈકાલે સમગ્ર રાજ્યમાં તાલુકા વિકાસ અધિકારી સમકક્ષના ફરજ બજાવતા કુલ 169 અધિકારીઓની બદલી તેમજ પંચાયત/ રાજ્ય સેવા વર્ગ – 3 ના કર્મચારીઓની તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં બઢતી સાથે બદલીના 19 ઓર્ડરોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે જુદા જુદા સાત ઓર્ડરો થયા છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા એ.આઈ. શેખને વાઘોડિયા (જી. વડોદરા)ના તાલુકા વિકાસ અધિકારી તરીકે, ભાણવડના તાલુકા વિકાસ અધિકારી કે.આર. ચુડાસમાને જસદણ (જી. રાજકોટ) ખાતે, કલ્યાણપુરના ટીડીઓ આર.એલ. ડગરાને કુતિયાણા (જી. પોરબંદર)ના ટીડીઓ તરીકે અને દ્વારકાના ટીડીઓ કે.વી. શેરઠિયાને ખંભાળિયાના ટીડીઓ તરીકે મૂકવામાં આવ્યા છે.

આણંદ જિલ્લા પંચાયતના ચીટનીશ મુકેશભાઈ જે. મકવાણાને દ્વારકાના ટીડીઓ તરીકે, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી (જ.દ.) એન.એલ. બેડીયાવદરાને ભાણવડના ટીડીઓ તરીકે, અને મદદનીશ પ્રા. યોજના અધિકારી (વહીવટ) ગૌરવ એ. પરમારને કલ્યાણપુર તાલુકા વિકાસ અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular