Sunday, February 16, 2025
Homeરાષ્ટ્રીયવડાપ્રધાન મોદીના માતા હિરાબાએ કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

વડાપ્રધાન મોદીના માતા હિરાબાએ કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

- Advertisement -

વડાપ્રધાન મોદીના માતા હિરાબાએ કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે, મોદીએ ટ્વિટ કરીને તેની જાણકારી આપી હતી. મોદીએ ટ્વિટમાં લખ્યું છે કે હું આગ્રહ રાખું છું કે તમે આસપાસના લોકોની મદદ કરો અને રસીકરણ માટે પ્રેરિત કરો. નોંધનીય છે કે આ પહેલા પીએમ મોદીએ પણ કોરોના રસી લઈને લોકોને ચોંકાવી દીધા હતા, ત્યારે આજે પીએમ મોદીના માતાએ કોરોના વેક્સિન લીધી છે.

- Advertisement -

દેશમાં કોરોના વેક્સિનના બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ વયના લોકો અને 45 વર્ષથી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા લોકોને વેક્સિનનો ડોઝ આપવામા આવી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશવાસીઓને અપીલ કરી છે કે જે લોકો હાલ વેક્સિન લેવા પાત્ર છે તેવા લોકોને વેક્સિનનો ડોઝ લેવા માટે મદદ અને પ્રોત્સાહિત કરવાનું કામ કરો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular