જામનગર શહેરમાં અને જીલ્લામાં આગામી તા.11 ઓક્ટોબર ના રોજ, નવરાત્રી નો પાવન તેહવારને ધ્યાનમાં રાખીને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તેમજ તહેવાર દરમ્યાન કોઇપણ પ્રકારની અનિચ્છનીય ઘટના “ન” બને અને કોમી સૌહાર્દ, શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તેવા ઉદ્દેશ્ય સાથે જામનગર પોલીસ સતર્ક બની છે.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ની સુચના થી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વી.એમ.ડોડીયા સહિત સ્ટાફ ગત મોડી રાત્રે કોમ્બિંગ યોજાઇ હતી. જેમાં સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વી.એમ.ડોડીયા, પીએસઆઇ ડી.જી.રામાનુજ સહિત સ્ટાફ દ્વારા સંવેદનશીલ વિસ્તાર જેમકે પટણીવાડ વિસ્તાર, ભોયવાડો વિસ્તાર, વાઘેરવાડો વિસ્તાર અને મીરાદાતાર વિસ્તારમાં કોમ્બિંગ કરી વાહન ચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકીંગ તેમજ ફોર-વ્હીલોમાં બ્લેક કાચ હટાવવા, બાઇકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ધુમ સ્ટાઇલ થી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ઇભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
View this post on Instagram


