જામજોધપુરમાં દેશી દારૂના હાટડાઓ ડામવા માટે પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી ચાર સ્થળોએથી રૂા.1,52,250 ના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને દબોચી લીધા હતાં.

દરોડાની વિગત મુજબ, જામનગર જિલ્લામાં દેશી દારૂના હાટડાઓ ડામવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી એએસપી પ્રતિભાના નેજા હેઠળ પીઆઈ એ.એસ. રબારી તથા સ્ટાફે રેઇડ દરમિયાન બોચવડીનેશ ગામમાં સ્મશાન પાસે નદીના કાંઠે બાવળની વાડમાં દેશી દારૂની ભઠ્ઠી શોધી કાઢી રૂા.20000 ની કિંમતનો 100 લીટર દેશી દારૂ તથા રૂા.12500 ની કિંમતનો 500 લીટર કાચો આથો મળી કુલ રૂા.34,250 નો મુદ્દામાલ કબ્જે કરી ભગીરથસિંહ કિશોરસિંહ જેઠવા નામના શખ્સને દબોચી લીધો હતો. તેમજ ગાધેશ્ર્વર મંદિર પાછળના ભાગમાંથી રૂા.50 હજારની કિંમતનો 250 લીટર દેશી દારૂ અને રૂા.10 હજારની કિંમતનો મોબાઇલ ફોન અને રૂા.40 હજારની કિંમતનું બાઈક મળી કુલ રૂા.50 હજારની કિંમતનો અન્ય મુદ્દામાલ મળી કુલ રૂા.1,52,250 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ આ દારૂના જથ્થામાં રાજદિપસિંહ કિશોરસિંહ જેઠવા, ભરત જેસા રાડા અને વિનુ માંડા મોરી નામના શખ્સોની સંડોવણી ખુલતા જામજોધપુર પોલીસે બુટલેગરોની શોધખોળ આરંભી હતી.