લાલપુર ગામના ધરારનગરમાં રહેતી યુવતીએ તેણીના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં એએસપી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુર ગામમાં ધરારનગર વિસ્તારમાં રહેતાં નિલોફરબેન અસરફ સફિયા (ઉ.વ.27) નામની પરિણીતાએ ગત તા. 6ના રોજ બપોરના સમયે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેનું શનિવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. બનાવ અંગે અબ્દુલ રજાક દ્વારા જાણ કરવામાં આવતા એએસપી પ્રતિભાના નેજા હેઠળ પીઆઈ એ જી જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી યુવતીએ કયા કારણોસર જિંદગી ટૂંકાવી તે અંગેની તપાસ આરંભી હતી.


