Saturday, September 14, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં પાંચ સ્થળોએ જામેલી જુગારની મહેફિલ પર પોલીસ ત્રાટકી

ખંભાળિયામાં પાંચ સ્થળોએ જામેલી જુગારની મહેફિલ પર પોલીસ ત્રાટકી

40 શખ્સો ઝડપાયા : રૂપિયા 3.82 લાખનો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

ખંભાળિયા તાલુકામાં સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા હાલ શ્રાવણી જુગાર પર કડક હાથે કામગીરી કરી અને જુદા જુદા પાંચ સ્થળોએ જુગારના ફિલ્ડમાંથી કુલ 40 શખ્સોને ઝડપી લઇ, રૂ. 3.82 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

ખંભાળિયા શહેર તથા તાલુકામાં જુગાર રમતા જુગારીઓ સામે કડક હાથે કામગીરી કરવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના પરથી અહીંના પી.આઈ. એન.એચ. જોશી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત સોમવારે મોડી રાત્રે સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર તથા જેઠાભાઈ પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી બાપા સીતારામની મઢુલી પાસે રહેતા સુરેન્દ્રસિંહ કેશુભા ચાવડા નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાન ચાલતા જુગારના અખાડામાં પોલીસે દરોડો પાડીને આ સ્થળેથી સુરેન્દ્રસિંહ કેશુભા સાથે રાજદીપસિંહ વિજયસિંહ જાડેજા, ચિરાગ કારૂભાઈ ઢાંઢ, શક્તિસિંહ વિજયસિંહ જાડેજા, કુલદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા, વિરેન પ્રવીણભાઈ મજીઠીયા, કૃપાલસિંહ ભાવસિંહ સોઢા અને વિજય રાજુભાઈ પિત્રોડા નામના આઠ શખ્સોને દબોચી લીધા હતા.

પકડાયેલા આ શખ્સો પાસેથી રૂ. 25,190 રોકડા તથા રૂપિયા 30,500 ની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 1.60 લાખની કિંમતના બે મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 2,15,690 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અન્ય એક દરોડામાં ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે આવેલા ચોરામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા નાગા મેરામણ ભાટીયા, હસમુખ કાના ભાટીયા, ધના પીઠા ભાટીયા, રામદે વરવા ભાટીયા, કેશુર અરશી ભાટુ અને જાદવપરી મોહનપરી ગોસ્વામી નામના સાત શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂપિયા 11,730 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામે મોડી રાત્રિના સમયે ટોર્ચબત્તીના અજવાળે ચાલતા જુદા જુદા બે ફીલ્ડમાં પોલીસે જુગાર અંગેની કાર્યવાહી કરી, પાલા કરસન ડેર, જેઠા નેભા ગોજીયા, વિજય મશરી બંધીયા, દિપક જયંતિલાલ જોષી, મહેશ દામજી ભરડવા, ગોવિંદ નાથા બંધિયા, દેવરખી પીઠા છુછર અને હેભા દેવાત ગાગીયા નામના 23,750 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

- Advertisement -

આ જ સ્થળે ચાલતા જુગારના બીજા ફિલ્ડમાંથી પોલીસે ભરત દેવા બંધીયા, રામ નથુ ડેર, ખીમા વજશી ગોજીયા, મુકેશ નારણ બંધીયા, મહેશ હમીર પિંડારિયા, વિજય હમીર પિંડારીયા, મેહુલ મશરી બંધીયા અને કરશન ભીમશી બંધીયા નામના આઠ શખ્સોને પોલીસે ઝડપી લઈ, રૂપિયા 21,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ સાથે ખંભાળિયા પોલીસના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના જૂની ફોટ ગામના સીમ વિસ્તારમાં પોલીસે કારા લખમણ પિંડારિયા નામના શખ્સના રહેણાંક મકાનમાં જુગાર દરોડો પાડી, આ સ્થળે ધમધમતા જુગારના અખાડામાંથી કારા લખમણ, દેવા જેસા પિંડારિયા, જીવા કાના પિંડારિયા, મારખી રામા ડુવા, હિતેશ માલદે કરંગીયા, મુકેશ નાથા ગોસ્વામી, કેશુર પીઠા ડૂવા, સાજણ વેજાણંદ પિંડારિયા અને વીરા જેસા પિંડારિયા નામના નવ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. આ સ્થળેથી પોલીસે રૂપિયા 44,100 રોકડા તથા રૂા.16,500 ની કિંમતના છ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂા. 50,000 ની કિંમતના ત્રણ મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 1,10,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી અહીંના ઇન્ચાર્જ પી.આઈ. નિકુંજ જોષી, હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, જેઠાભાઈ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, યોગરાજસિંહ ઝાલા, તથા કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular