Saturday, July 13, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં શક્તિનગર રોડ પરથી વિદેશી દારૂ સાથે બે ઝબ્બે

ખંભાળિયામાં શક્તિનગર રોડ પરથી વિદેશી દારૂ સાથે બે ઝબ્બે

- Advertisement -

ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં એક મંદિર પાસેથી વહેલી સવારે આશરે સવા ચાર વાગ્યે વિદેશી દારૂની ચાર બોટલ લઈ અને રૂપિયા 50,000 ની કિંમતના મોટરસાયકલ પર નીકળેલા અશોક માવજી કણજારીયા અને મહેમૂદ બચુ મોઘા નામના બે શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂા. 51,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમ્યાન પ્રભાતસિંહ ઉર્ફે મુન્નો રણજીતસિંહ જાડેજા નામનો શખ્સ ફરાર જાહેર થયો છે. જે અંગે ખંભાળિયા પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

અન્ય એક કાર્યવાહીમાં અત્રે ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં એક હોટલની બાજુની ગલીમાં રહેતા પાલા કેશવ ગઢવી નામના એક શખ્સના રહેણાંક મકાનમાં મોડી રાત્રિના સમયે સ્થાનિક પોલીસ મથકના રીડર પી.એસ.આઇ. પી.ડી. વાંદા તથા સ્ટાફના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી, રૂ. 21,300 ની કિંમતની વિદેશી દારૂની 50 બોટલ તથા રૂપિયા 400 ની કિંમતના ચાર ચપટ્ટા તેમજ રૂપિયા 3,800 ની કિંમતના 38 બિયરના ટીન મળી કુલ રૂપિયા 25,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ કામગીરી ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ પી.એસ.આઈ. પી.ડી. વાંદા, પ્રતાપભાઈ ભાટિયા, પ્રવીણભાઈ ગોજીયા, ભાવિનભાઈ સચદેવ તથા સહદેવસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular