જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા નજીક ચેક પોસ્ટ પાસેથી પસાર થતી બોલેરો પીકઅપ વાહનમાં 24 ઘેટાબકરાઓને લઇ જતાં શખ્સને ઝડપી લઇ અબોલ પશુઓને મુકત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના ભાદરા નજીક આવેલી ચેકપોસ્ટ પાસેથી પસાર થતી જીજે-10-એવાય.-7943 નંબરની બોલેરો પીકઅપ વાહનને જોડિયા પોલીસે આંતરીને તલાસી લેતા તેમાં 24 ઘેટા બકરાઓને હલન ચલન ન કરી શકે અને ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વગર લઇ જતાં હોવાનું જણાતા પોલીસે 72000ની કિંમતના 24 ઘેટા બકરાઓને મુકત કરાવી ચાલક મહોમદશા અમીલશા ઓસમાહશા શેખ નામના ભચાઉ તાલુકાના સીકારપુર ગામના શખ્સને દબોચી લઇ રૂા.3 લાખની કિંમતની બોલેરો કબ્જે કરી પશુઓ તરફ ઘાતકી વર્તન અટકાવવાની કલમ હેઠળ ગુુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.