માતાજીની આરાધનાનું પર્વ એવા નવરાત્રિના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. જામનગરથી દરવર્ષે અનેક શ્રધ્ધાળુઓ પદયાત્રા કરી માતાના મઢે જતાં હોય છે. ત્યારે હિંગળાજ પદયાત્રી સંઘ દ્વારા પણ દરવર્ષની જેમ આ વર્ષે જામનગરથી કચ્છ માતાના મઢ સુધી પદયાત્રાનું આયોજન કરાયું છે. રવિવારે હવાઇચોક ખાતેથી ડીજેના તાલે વાજતે-ગાજતે આ પદયાત્રિ સંઘ કચ્છ માતાના મઢ જવા રવાના થયો હતો. 80થી વધુ શ્રધ્ધાળુઓ પદયાત્રા સંઘમાં જોડાયા હતાં.