વેસ્ટર્ન ડીસ્ટબન્સના કારણે વાતાવરણમાં વધઘટ થયા કરે છે. કયારેક માવઠું તો કયારેક ઠંડી ની આગાહી તો વળી મહત્તમ તાપમાન વધતા ઠંડીમાં આંશિક રાહત અનુભવાઈ રહી છે. જામનગરમાં મહત્તમ અને લઘુતમ તાપમાનની સાથે ભેજ વધતા લોકોએ ઠંડીમાં રાહત અનુભવી છે.
મહત્તમ તાપમાન 28 ડિગ્રી પહોંચતા લલોકો નેગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
જામનગરમાં છેલ્લાં બે દિવસથી ઠંડીનું જોર ઘટયું છે. મહત્તમ તાપમાનનો પારો 28 ડિગ્રીએ પહોંચ્યો છે. જ્યારે લઘુતમ તાપમાન 17 ડિગ્રી પહોંચ્યું છે. જ્યારે ભેજનું પ્રમાણ જોઇએ તો 80% જેટલું નોંધાયું છે. જ્યારે પવનની ગતિ 4.5 કિ.મી. પ્રતિકલાક રહી હતી. આમ જોઇએ તો ડિસેમ્બરમાં જેવી ઠંડી પડવી જોઇએ એ પ્રમાણે હજુ ઠંડી પડી રહી નથી. વાદળછાયા વાતાવરણની સાથે વાતાવરણ ભર્યુ રહે છે. સવારેની રાત્રે ઠંડી જ્યારે બપોરે બે દિવસથી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આમ શહેર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે.