Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર ડીસ્ટ્રીક્ટ ટેબલ ટેનીસ એશોશીએશન દ્વારા ઓપન જામનગર ડીસ્ટ્રીક્ટ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ...

જામનગર ડીસ્ટ્રીક્ટ ટેબલ ટેનીસ એશોશીએશન દ્વારા ઓપન જામનગર ડીસ્ટ્રીક્ટ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ સંપન્ન

- Advertisement -

જામનગર ડીસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા સિદસર ખાતે વિજાપુરા વિદ્યાસંકુલ ના સહયોગ થી ઓપન જામનગર ડીસ્ટ્રીક્ટ 2023ની પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ વર્ષમાં કુલ ચાર ડીસ્ટ્રીક્ટ રેંકીગ ટુર્નામેન્ટ રાખવામાં આવનાર છે. જેમાની સૌપ્રથમ ટુર્નામેન્ટમાં ખુબજ ઉત્સાહ સાથે ખેલાડીઓએ ભાગલઇ તેને સફળ બનાવી હતી. તારીખ 22 જાન્યુઆરીના રોજ જેડીટીટીએ દ્વારા યોજાયેલ ટુર્નામેન્ટમાં 100 થી વધારે ખેલાડીઓએ ભાગ લઇ ટુર્નામેન્ટને સફળ બનાવી હતી.

- Advertisement -

જેડીટીટીએ દ્વારા યોજાતી દરેક ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ એશોસીએશન તથા ટેબલ ટેનીસ ફેડરેશન ઓફ ઇંડીયાના ધારાધોરણ અનુસાર યોજવામાં આવે છે. જામનગર ડીસ્ટ્રીક્ટની પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન ઉમિયા પરિવાર એજ્યુકેશન ટ્રસ્ટ – સિદસર ખાતે આવેલ વિજાપુરા વિદ્યાસંકુલ ના સહયોગ થી જેડીટીટીએ દ્વારા કરવામાં આવી હતી. ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓએ સિદસરના ખુબજ પ્રખ્યાત પર્યટક અને ધાર્મીક સ્થળ ઉમિયાધામ ખાતે મુલાકાત કરવાનો અવસર મળ્યો હતો. ભાગ લેનાર ખેલાડીઓ તથા તેમની સાથે આવનાર દરેક વાલીઓઅ માટે શ્રી વિજાપુરા વિદ્યાસંકુલ દ્વારા સવારના નાસ્તા, બપરોના ભોજન તથા સાંજના નાસ્તાની વ્યવસ્થા કોઇપણ પ્રકારના શુલ્ક વગર કરવામાં આવી હતી.

સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓમાં અન્ડર 11 ગર્લસ્ માં ધ્વનીબા જાડેજા ચેમ્પયન, જસવી શેઠ દ્વિતિય, અન્ડર 11 બોયઝ માં તનમય પુરોહીત ચેમ્પયન, કગથરા મીત દ્વિતીય, અન્ડર 13 ગર્લસમાં ચેલ્સી વાચ્છાણી ચેમ્પીયન અને પ્રીયાંશીબા જાડેજા દ્વિતીય, અન્ડર 13 બોયઝ નિરવ વાંછાણી દ્વિતીય, યજ્ઞનેશ પરમારે અન્ડર 13,15 અને 17 બોયઝનું ચેમ્પયનશીપ ટાઇટલ જીત્યુ, અન્ડર 15 ગર્લસમાં ચેતના લુવા ચેમ્પયન, ચેલ્સી વાચ્છાણી દ્વિતીય, અન્ડર 15 માં હર્ષ પનારા દ્વિતીય, અન્ડર 17 ગર્લસમાં ચેલ્સી વાચ્છાણી ચેમ્પયન, જુલાસણા સીધ્ધી દ્વિતીય, અન્ડર 17 બોયઝમાં અઘેરા શુભ દ્વિતીય, અન્ડર 19 ગર્લસ નેહા સરવૈયા ચેમ્પયન, ચેલ્સી વાચ્છાણી દ્વિતીય, વુમન્સ સીંગલ્સમાં સંગીતા જેઠવા ચેમ્પયન અને સ્નેહા મેનપરા દ્વિતીય, 50- વુમન્સ માં સંગીતા જેઠવા ચેમ્પયન, ગીતા પંડ્યા દ્વિતીય, મેન્સ સીંગલ્સ માં ઉર્મીલ શાહ ચેમ્પયન, પ્રકાશ નંદા દ્વિતીય, 60 મેન્સમાં અશ્ર્વિન રાઠોડ ચેમ્પયન અને વિનોદ સીંહોરા દ્વિતીય, ટાઇટલ મેળવ્યા હતા.

- Advertisement -

વિજેતા ખેલાડીઓને સર્ટીફીકેટ તથા ટ્રોફી દ્વારા વિજાપુરા વિદ્યાસંકુલના અગ્રણીઓ અશ્ર્વીનભાઇ જાવીયા (ડાયરેક્ટર ઓફ સ્કુલ), આઇકોન કંપનીના લખમણભાઇ ફળદુ, શાળાના સ્પોર્ટસ એચ.ઓ.ડી. મૌલિકભાઇ જાવિયા દ્વારા વિજેતાઓને સન્માનીત કરવામાં આવ્યા હતા ટુર્નામેન્ટ જેડીટીટીએસના અધ્યક્ષ વિક્રમસિંહ જાડેજા, સહઅધ્યક્ષ જયેશભાઇ શાહ, સેક્રેટરી પ્રકાશ નંદા, કેતનભાઇ કનખરા લાલપુરના વિનોદભાઇ સિહોરા તથા જોઇન્ટ સેક્રેટરી ઉર્મિલભાઇ શાહ અને ટ્રેઝરર કમલેશભાઇ પરમાર દ્વારા સમગ્ર સ્પર્ધાનું સંચાલન કરવામાં આવ્યું હતું. સીદસર જવા આવવા માટે મુકેશભાઇ જોઇશર દ્વારા બસનો સહયોગ આપવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને પ્રોત્સાહક ભેટ, સર્ટિફીકેટ તથા વિજેતાઓને ટ્રોફી તથા રેકિંગ ટેબલમા: સ્થાન મેળવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular