Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરચેક રિર્ટન કેસમાં એક વર્ષની સજા

ચેક રિર્ટન કેસમાં એક વર્ષની સજા

આરોપીને 1 લાખનો દંડ : આ રકમ ફરિયાદીને ચૂકવવા હુકમ

- Advertisement -

જામનગરમાં બ્રિજરાજ એન્ટરપ્રાઇઝના નામથી નાણા ધીરધારનો ધંધો કરતાં રઘુરાજસિંહ બળવંતસિંહ જાડેજાએ સંજયસિંહ મુળરાજસિંહ જાડેજાને નાણાની જરુરીયાત ઉભી થતાં બ્રિજરાજ એન્ટરપ્રાઇઝમાંથી રૂા. એક લાખની અંગત લોન તા. 26-9-15ના રોજ આપી હતી અને લોનની પરત ચૂકવણી માટે બ્રિજરાજ એન્ટરપ્રાઇઝ પેઢીના નામનો એચડીએફસી બેંકનો રૂપિયા એક લાખનો ચેક આપેલો હોય, આ ચેક બેંકમાં રજૂ કરતાં અપૂરતા ભંડોળના કારણે ચેક પરત થયો હતો. જેથી બ્રિજરાજ એન્ટરપ્રાઇઝને તેમની કાયદેસરની રકમ મળેલી ન હોય વકીલ મારફતે લીગલ નોટીસ મોકલાવી હતી. આ નોટીસ સંજયસિંહ મુળરાજસિંહ જાડેજાને મળી ગઇ છતાં નોટીસનો કોઇ જવાબ આપેલો નહીં અને રકમ પણ પરત ચૂકવેલી નહી.

- Advertisement -

જેથી બ્રિજરાજ એન્ટરપ્રાઇઝ દ્વારા સંજયસિંહ મુળરાજસિંહ જાડેજા વિરુધ્ધ જામનગરના ચીફ જ્યુ. મેજી. સમક્ષ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. જેમાં આરોપી તરીકે સંજયસિંહ જાડેજાને સમન્સ બજતા કોર્ટમાં ઉપસ્થિત થયા હતાં અને સમગ્ર કેસ કોર્ટમાં ચાલ્યા બાદ કોર્ટ દ્વારા આ કામના આરોપી સંજયસિંહ મુળરાજસિંહ જાડેજાને ક્રિમીનલ પ્રોસિઝર કોડની કલમ 255(2) અન્વયે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 તથા 142 મુજબના ગુનામાં તકસીરવાર ઠરાવી એક વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી છે અને આરોપીને રૂા. 1 લાખનો દંડ તથા આ રકમ વળતર પેટે ફરિયાદી બ્રિજરાજ એન્ટરપ્રાઇઝને રૂા. 1,00,000 ચૂકવી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં જામનગરના ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા, નિરવ વી. ઝાલા, હરપાલસિંહ પી. ઝાલા, સત્યજીતસિંહ પી. જાડેજા રોકાયેલા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular