જામનગરના ગોકુલનગર રામનગર વિસ્તારમાંથી બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને રૂપિયા 57,000ના સોનાના દાગીના તથા રોકડ સહિત કુલ રૂપિયા 1,07,000નો મુદામાલ ચોરી કરી ગયા અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. આ અંગે સીટીસી પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ગોકુલનગરમાં રામ નગર શેરી નં. 7 વાઘેશ્વરી માતાજીના મંદિરની બાજુમાં હરદાસભાઇ દાનાભાઇ કરંગીયાના બંધ મકાનમાં તા. 18ના રોજ બપોરના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને મકાનમાંથી તાળું ખોલ્યા વગર રૂપિયા 50,000ની રોકડ તથા રૂા. 57,000ની કિંમતના સોનાના દાગીના સહિતનો માલ સામાન ચોરી કરીને નાસી ગયા હતા. આ અંગે હરદાસભાઇ કરંગીયા દ્વારા સીટીસી ડિવીઝનમાં ફરિયાદ નોંધાવતા સીટીસીના પીએસઆઇ આરડી ગોહિલે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુન્હો નોંધી આ અંગે તપાસ હાથ ધરી હતી.