Friday, September 22, 2023
Homeરાજ્યહાલારખંભાળિયા પાસે ત્રણ વાહન અકસ્માતમાં એકનું મોત

ખંભાળિયા પાસે ત્રણ વાહન અકસ્માતમાં એકનું મોત

ડઝન જેટલા મુસાફરો ઘવાયા : ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા

- Advertisement -

ખંભાળિયા નજીકના દ્વારકા હાઈવે પર ગઈકાલે મંગળવારે જુદા જુદા સ્થળોએ ત્રણ વાહન અકસ્માતો થયા હતા. આ અકસ્માતોમાં બાઇકમાં સવાર એક મુસાફરનું મૃત્યુ નિપજ્યું હોવાનું તેમજ કુલ 12 જેટલા શખ્સો મુસાફરોને નાની મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

પ્રથમ બનાવની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા દ્વારકા ધોરીમાર્ગ પર લીંબડી તથા નંદાણા ગામ વચ્ચે ગતરાત્રિના આશરે નવ વાગ્યાના સમયે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સનો ચાલક પોતાની એમ્બ્યુલન્સમાં ડીઝલ ભરાવવા માટે જઈ રહ્યો હતો, ત્યારે ચાર મુસાફરો સાથેના એક મોટરસાયકલના ચાલકે પાછળથી એમ્બ્યુલન્સ સાથે અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે આ મોટરસાયકલ પર જઈ રહેલા એક યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા બે શખ્સોને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અન્ય એક શખ્સને ખંભાળિયાની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જે અંગે કલ્યાણપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ અને ફરિયાદ સહિતની તજવીજ હાથ ધરી હતી. અન્ય એક બનાવમાં ખંભાળિયા દ્વારકા હાઈવે પર સામોર ગામના પાટીયા નજીક એક બોલેરો કેમ્પર વાહન ડિવાઈડર સાથે અથડાતા આ બોલેરોમાં જઈ રહેલા 8 મુસાફરોને નાની મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાંના ત્રીજા બનાવમાં ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર આવેલા માર્કેટિંગ યાર્ડ નજીક ગત રાત્રે એક મોટરકાર ડાઈવર્ઝનના પથ્થર સાથે અથડાતા આ કારમાં જઈ રહેલા એક મહિલા ઇજાગ્રસ્ત થયા હતા. જેને અહીંની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

આમ, અલગ અલગ ત્રણ અકસ્માતોમાં એકનું મોત નિપજયાનું તથા બાર જેટલા વ્યક્તિઓને ઈજાઓ થયાનું જાણવા મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular