Sunday, October 13, 2024
Homeરાજ્યજામનગરઘરે જવા વાહનની રાહ જોતા વૃધ્ધને કારચાલકે ઠોકરે ચડાવતા મોત

ઘરે જવા વાહનની રાહ જોતા વૃધ્ધને કારચાલકે ઠોકરે ચડાવતા મોત

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર વહેલીસવારના સમયે અકસ્માત: ઈજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન મોત : પોલીસ દ્વારા કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ : ખાટલામાં બેેસેલા વૃધ્ધનું બેશુધ્ધ થઈ જતા મૃત્યુ

- Advertisement -

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર રોડ પર સાઈડમાં ઉભા રહેલા વૃધ્ધને પૂરઝડપે આવી રહેલી અજાણી કારના ચાલકે ઠોકર મારી હડફેટે લેતા ઈજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતાં વૃધ્ધને શ્વાસ ઉપડતા બેશુદ્ધ થઈ જતાં મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મોડા ગામમાં રહેતા મેરુભા હાલાજી જાડેજા (ઉ.વ.60) નામના વૃધ્ધ ગત તા.19 ઓકટોબરના રોજ સવારના 7 વાગ્યાના અરસામાં અતુલ મોટરના વાડા પાસે નોકરી પરથી ઘરે પરત જવા માટે રોડ ઉપર સાઈડમાં ઉભા હતાં તે દરમિયાન પૂરપાટ આવી રહેલી અજાણી કારના ચાલકે વૃધ્ધને ઠોકર મારી હડફેટે લઇ પછાડી દીધા હતાં. જેના કારણે વૃધ્ધને માથામાં તથા કપાળમાં અને હાથ-પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મંગળવારે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર પૃથ્વીરાજસિંહ દ્વારા જાણ કરાતા પીએસઆઇ જે.પી. સોઢા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતાં કાનજીભાઈ હંસરાજભાઈ ફોફરીયા (ઉ.વ.66) નામના વૃધ્ધને ગત તા. 1 ના રોજ સાંજના સમયે તેના ઘરે ખાટલામાં બેઠા હતાં ત્યારે એકાએક શ્ર્વાસ ઉપડતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મંગળવારે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર જયસુખભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular