Thursday, April 18, 2024
Homeરાજ્યજામનગરમત ગણતરી સ્થળે પ્રવેશ, પાર્કિંગ અને મોબાઇલ ફોન અંગે જાહેરનામુ

મત ગણતરી સ્થળે પ્રવેશ, પાર્કિંગ અને મોબાઇલ ફોન અંગે જાહેરનામુ

- Advertisement -

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 હેઠળ જામનગર જિલ્લાના જામનગર શહેરના ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત બી.બી.એ./ એમ.બી.એ. કોલેજ (હરીયા કોલેજ), ઈન્દીરા માર્ગ, ઉદ્યોગનગરની પાસે, જામનગર ખાતે 200 મીટરની ત્રિજયાના વિસ્તારમાં તા.08/12/2022ના સવારના 05:00 થી ર4:00 કલાક સુધી નીચે દર્શાવ્યા મુજબ અમલવારી કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

- Advertisement -

1. કોઈપણ વ્યકિત સક્ષમ અધિકારી દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થઈ શકાશે નહીં.

ર. ઉમેદવાર/ તેના ચૂંટણી એજન્ટ કે મતગણતરી એજન્ટ કે જેમને વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકાશે નહીં.

- Advertisement -

3. ઉમેદવાર/ તેના ચૂંટણી એજન્ટ કે મતગણતરી એજન્ટ સહિત કોઈપણ વ્યકિત મતગણતરી કેન્દ્રના પ્રિમાઈસીસમાં કે મતગણતરી હોલમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, ઈલેકટ્રોનિક ગેજેટસ, સ્માર્ટવોચ, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય ઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહીં.

4. સમાચાર સંસ્થાઓના વ્યવસાય સાથે સંકળાયેલ પત્રકારો કે જેઓ રાજય સરકાર તરફથી ઈસ્યુ થયેલ એક્રેડીશન કાર્ડ ધરાવે છે અને તેમને વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ના કવરેજ માટે ભારતના ચૂંટણી પંચ/ મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજય દ્વારા પ્રવેશ પાસ આ5વામાં આવેલા છે તેવા પત્રકારો મતગણતરી માટે મુકરર થયેલ બિલ્ડીંગમાં રાખવામાં આવેલ મિડીયા સેન્ટર/ કોમ્યુનિકેશન સેન્ટર સુધી મોબાઈલ સાથે જઈ શકશે પરંતુ તેઓને કોઈપણ વિધાનસભા મતવિસ્તારના મતગણતરી હોલમાં મોબાઈલ સાથે પ્રવેશ કરવાની મનાઈ રહેશે.

- Advertisement -

5. મતગણતરી બિલ્ડીંગ તેમજ કંપાઉન્ડમાં પાન, મસાલા, ગુટખા અને ધુમ્રપાન ઉપર નિષેધ રહેશે.

6. મતગણતરી કેન્દ્ર ખાતે આવનાર મતગણતરી સ્ટાફ / પોલીસ સ્ટાફ / ઉમેદવારો/ઉમેદવારના ચૂંટણી એજન્ટોના વાહનો માટે મતગણતરી સ્થળની બાજુમાં પ્રણામી મંદિરની જગ્યા, ન્યારા પેટ્રોલ પંપની બાજુમાં પાર્કિંગની વ્યવસ્થા નકકી કરેલ છે ત્યાં જ વાહન પાર્કીંગ કરવાનું રહેશે.

જામનગરની જાહેર જનતાએ ઉકત તમામ બાબતોની નોંધ લેવા નાયબ જિલ્લા ચૂંટણીની અખબારી યાદીમાં જણવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular