Wednesday, November 13, 2024
Homeમનોરંજનસુશાંત સિંહ રાજપૂત કેસમાં NCBની સૌથી મોટી કાર્યવાહી

સુશાંત સિંહ રાજપૂત કેસમાં NCBની સૌથી મોટી કાર્યવાહી

- Advertisement -

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલીવુડના અનેક સિતારાઓ ડ્રગ કેસમાં ફસાઈ ગયા છે.NCB દ્રારા હજુ પણ આ મામલે તપાસ શરુ જ છે. ત્યારે આજે ઈનસીબી દ્રારા સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એનસીબીએ સુશાંતસિંહ રાજપૂતના મિત્ર ઋષીકેસ પવારને કસ્ટડીમાં લીધો છે. અને હાલ એ મામલે તપાસ ચાલી રહી છે કે સુશાંતને ડ્રગ આપવામાં તેના મિત્રનો હાથ હતો કે કેમ ?

- Advertisement -

નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરોએ ઋષીકેસ પવારની તપાસ માટે અનેક સ્થળોએ દરોડા હાથ ધર્યા હતા. તે 7 જાન્યુઆરીથી ફરાર હતો. હવે ઋષીકેસને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ડ્રગ્સ પેડલર દ્રારા ઋષીકેસ પવારનું નામ આપવામાં આવ્યું હતું, ત્યારથી ઈનસીબી તેની તપાસ કરી રહી હતી. સુશાંતના સ્ટાફના દીપેશ સાવંતે પણ ઋષીકેસનું નામ લીધું હતું. અને આરોપ પણ લગાવ્યો હતો કે તે સુશાંતને ડ્રગ સપ્લાય કરતો હતો.ઋષીકેસે સુશાંત સાથે થોડો સમય કામ કર્યું હતું અને બાદમાં વર્ષ 2018માં સુશાંતે તેને કામ માંથી છુટો કરી દીધો હતો. ઋષીકેસને પહેલાથી જ ધરપકડનો ડર હતો જેથી તેણે વકીલ મારફતે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી પરંતુ એનડીપીએસ કોર્ટે તેની અરજી નામંજુર કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular