Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરકેન્દ્રીય બજેટ આત્મનિર્ભર ભારતની સંકલ્પ સિધ્ધિ કરનારું : સાંસદ પૂનમબેન માડમ

કેન્દ્રીય બજેટ આત્મનિર્ભર ભારતની સંકલ્પ સિધ્ધિ કરનારું : સાંસદ પૂનમબેન માડમ

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ “આત્મનિર્ભર ભારત” નો ઉમદા સંકલ્પ કર્યા છે ત્યારે મોદીના નેતૃત્વમાં માનનીય નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા સંસદમાં રજુ થયેલુ બજેટ આ સંકલ્પની સિદ્ધી સમાન બની રહેશે તેમ ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમ એ આ બજેટ ને આવકારતા જણાવી ઉમેર્યુ છે કે કોરોના મહામારીના વિકટ સમયમાં કેન્દ્રીય સબળ અને દીર્ઘદ્રષ્ટા નેતૃત્વમા દેશ હિંમતભેર લડત આપી ફરી પ્રગતી તરફ કુચ કરે છે ત્યારે આ આંદાજપત્ર દરેક વર્ગ અને દરેક ક્ષેત્રને પ્રગતિનુ બળ આપનારૂ નવુ જોમ આપનારૂ તો બની જ રહેશે સાથે સાથે આત્મસન્માન અને તંદુરસ્તી સાથે દરેક નાગરીકો તેઓના ક્ષેત્રમા પ્રગતિ કરી દેશને નવી દિશા આપવા સક્ષમ બને તેવી જોગવાઇઓ કરવામાં આવી હોઇ રાષ્ટ્ર વૈશ્ર્વિક સ્તરે હજુ નોંધપાત્ર સિદ્ધીઓ પ્રાપ્ત કરશે અને આત્મનિર્ભર ભારતનુ ખરા અર્થમાં નિર્માણ થાય તે દિશામાં અનેકવિધ સુધારા-વધારાઓ આ બજેટમાં ખૂબજ દુરંદેશીથી આવરી લેવાયા છે.

- Advertisement -

ખાસ કરીને જામનગરની જીવાદોરી સમાન બ્રાસપાર્ટસ ઉદ્યોગ જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે બે લાખથી વધુ લોકોને રોજગારી આપે છે તે ઉદ્યોગને આ બજેટથી નવુ જોમ મળશે કેમકે સ્ક્રેપ ડ્યુટી ઘટી- જીએસટી ઓડીટ નાબુદીથી બ્રાસ સહિતના જામનગર અને દ્વારકા બંને જિલ્લાના વેપાર ઉદ્યોગને રાહત થશે તેમજ ઉદ્યોગોને રો મટીરીયલ સરળતાથી મળશે માટે સંસદસભ્ય પૂનમબેન માડમએ વિશેષરૂપે પ્રધાનમંત્રી મોદી અને નાણામંત્રી નિર્મલાનો આભાર વ્યક્ત કર્યો છે.

કપરો કાળ સર્વે નાગરીકોહિંમતથી અને કેન્દ્રીય દીર્ઘદ્રષ્ટા નેતૃત્વથી પસાર થયા બાદ અડીખમ ભારત હવે ખરા અર્થમાં સ્વસ્થ્ય ની દિશામા વધુ સુરક્ષા માટે અને રસીકરણ ક્ષેત્રમા ખાસ જોગવાઇઓ સાથે આત્મનિર્ભર ભારત અને ન્યુ ઇન્ડીયાને સાકાર કરનારા આ સંતુલીત બજેટ માં દરેક વર્ગની નોંધ લઇ એક સર્વાંગી વિકાસ અને ગતિશીલતાને વેગ આપનારી તેમજ વિવિધ ક્ષેત્રમાંથી આવેલી રજુઆતો તેમજ જરૂરિયાતોને સમાવેશ કરતી જોગવાઇઓ સાથેના આ દુરંદેશીભર્યા બજેટ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને નાણામંત્રી સીતારમનનો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમએ આભાર વ્યક્ત કર્યો છે.

- Advertisement -

સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્ર્વાસ સાર્થક કરવા તેમજ અર્થતંત્રની ગતિશીલતા સર્વાંગી પ્રગતિશીલતા માટે અનેક મહત્વની બાબતોનો આ બજેટમાં સમાવેશ કરાયો છે જેમા આત્મનિર્ભર ભારતની જેમ પી.એસ.યુ.માં ખાનગી રોકાણને પ્રોત્સાહન ,જલજીવન મિશન માટે ૨.૮૭ લાખ કરોડ ની ફાળવણી,એસસી-એસટી વિધાર્થીઓ માટે ૩૫૨૦૦ કરોડની ફાળવણી,ડિજિટલ જનગણના અને સ્પેશ મિશનનું એલાન કરવામાં આવ્યું, આદિવાસી વિસ્તારોમાં ૭૫૦ એકલવ્ય શાળાઓ શરૂ કરાશે,પંદર હજાર શાળાઓ આધુનિક બનાવવામાં આવશે, મત્સ્ય ઉદ્યોગ માટે 5 નવા બંદર બનશે આ વર્ષે એલઆઈસીનો આઈપીઓ લાવવામાં આવશે, ૧.૫૦ લાખ યુવાનોને દર વર્ષે નોકરી આપવામાં આવશે, રાષ્ટ્રીય રેલવે યોજનામા કુલ ૧.૧૦ લાખ કરોડ રૂપિયાનું બજેટ રેલવેને અપાયું, ૨૭ શહેરોમાં મેટ્રો ટ્રેનની ભેટ મળશે, શહેરી બસ સેવા માટે ૧૮ હજાર કરોડની ફાળવણી, ઉર્જા ક્ષેત્રે મહત્વ પુર્ણ પ્રગતિ માટે,હાઇડ્રોજન એનર્જી મિશન બનાવાશે,આરોગ્ય માટે ૨.૩૨ લાખ કરોડ ફાળવાયા, 138 ટકાનો વધારો કરાયો, સોના-ચાંદીમાં પણ કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરાયો,ભારત-જાપાન વચ્ચે વ્યવસાયી ટ્રેનિંગની તૈયારી, યુ.એ.ઇ. સાથે પણ શૈક્ષણિક ભાગીદારી માટે પ્રયાસ ,નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન માટે ૩૫ હજાર કરોડ રૂપિયાની ફાળવણી, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન માટે ૫૦ હજાર કરોડની જાહેરાત ,મિશન પોષણ ૨.૦ની શરૂઆત થશે,પંદર વર્ષ બાદ કોમર્શિયલ વ્હીકલનું ફિટનેસ ટેસ્ટ જરૂરી કરાયુ,વાયુ પ્રદૂષણ અટકાવવા૨.૨૧ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ,ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય સાધવા સંકલ્પ,બેન્કોમાં ડૂબેલી રકમ માટે મેનેજમેન્ટ કંપની બનશે,સોલાર એનર્જી કોર્પોરેશન માટે એક હજાર કરોડની જોગવાઈ, ભારતમાં ગોલ્ડ એક્સચેન્જની શરૂઆત થશે,૩.૩ લાખ કરોડ નેશનલ હાઇવે માટે ખર્ચ કરાશે,વીમા કંપનીઓમાં ૪૯% થી વધારીને ૭૦% એફ.ડી.આઇ.ને મંજૂરી સહિત ની અનેક મહત્વપુર્ણ અને જરૂરી બાબતોનો ખાસ અભ્યાસપુર્ણ રીતે સમાવેશ કરાયો છે

ખાસ કરીને ખેતીપ્રધાન રાષ્ટ્રમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંકને સિદ્ધ કરવાની મહત્વની જોગવાઇઓ સાથે સાથે ગ્રામિણ ક્ષેત્રના વિકાસની અનેકવિધ યોજનાઓ અને સમાંતર રીતે શહેરોના વિકાસ અને ગતિને વેગ આપવાની જોગવાઇઓ-વેપાર -ધંધા-સ્વરોજગાર-ગૃહઉદ્યોગ સહિત વ્યવસાય -ઉત્પાદન અને સેવા ક્ષેત્રને સાનુકુળતાઓ આપનારી અનેક જોગવાઇઓ આ બજેટમાં કરવામાં આવી છે ઉદ્યોગની- કોર્પોરેટ સહિત ઔધોગીક એકમો માટે સરળ અને ઓછો કર-કંપની એક્ટનુ સરળીકરણ-આરોગ્ય સેવાઓના અને શિક્ષણમાં અગણીત વ્યાપ વધારવા સાથે વીમા-બેકીંગ સહિતના ક્ષેત્રના સુધારા જન જન ને માટે ફાયદો કરનારુ અને અર્થતંત્રને વેગ આપનારા બની રહેશે

- Advertisement -

મહિલાઓ અને યુવાનોને દિશાસચૂન સાથે રોજગારના અગણિત વ્યાપ વધારવા, બાળકોની તંદરુસ્તી સુધારવી- શ્રમયોગીઓ-વેપારીઓ-ઉધોગકારોને વધુ  સુવિધાઓ આપવી-એસ.સી.એસ.ટી તેમજ આદિવાસીઓ માટે મહત્વની જોગવાઇઓ, કારોબારીઓને આથિર્ક સલામતી પુરી પાડવી, તેના સહિતની રાષ્ટ્રના આધાર સમાન બાબતોને તો આવરી લેવાઇ છે. સાથે સાથે નવી શિક્ષણ જોગવાઇઓ જેના ઉપર રાષ્ટ્રનો પાયો વધુ મજબતુ થશે તે ઉપરાંત, વીજળી-પાણી-રેલવે સહિત દરેક પરિવહન સુવિધાઓ-સંશોધન-ઉત્પાદન-નિકાસ-કર માળખા-ડીજીટલાઈઝશેન-ટેકનોલોજી-વિજ્ઞાન-સંશોધન-ટેકનોલોજી-રીસર્ચ-એનર્જી-આરોગ્ય-પર્યાવરણ-બેંકીંગ-વીમા સહિતના ક્ષેત્ર માં બારીકાઈ થી અભ્યાસ કરી નાની નાની અડચણો દુર કરી સરળતા કેવી રીતે સ્થાપી શકાય તેનો ઉડાણપૂર્વક અભ્યાસ કરવાની જોગવાઈ કરવામાં આવી છે તે બાબતો તમામ વર્ગ અને તમામ ક્ષેત્રે માટે લાંબા ગાળે શ્રેષ્ઠ પરિણામલક્ષી અને અત્યંત ઉપયોગી બની રહેશે  તેમ આ યાદીમાં સંસદસભ્ય પૂનમબેન માડમએ વધુમાં જણાવ્યું છે.

એકંદર કેન્દ્ર સરકારનું વર્ષ્ ૨૦૨૧-૨૦૨૨નું આ બજેટ રાષ્ટ્રનો દરેક આયામોથી વિકાસ થાય દરેક વર્ગને રાહત થાય અને વધુ સુવિધાઓ મળે તેમ જ માળખાકીય વિસ્તાર થાય અને ખેતી- વિજ્ઞાન-શિક્ષણ-રોજગાર-આરોગ્ય- ટેકનોલોજી અને વિવિધ સુવિધાઓના ક્ષેત્ર માં પણ ક્રાંતિકારી અને સુદ્રઢ ભવિષ્ય નિર્માણ થાય તે રીતેનું અને સમગ્ર પણે રાષ્ટ્રના સર્વાંગી વિકાસને આવરી લેતુ અને ” આત્મનિર્ભર ભારત” સાથે ‘ન્યુ ઈન્ડિયા’ને સાકાર કરનારૂં અને આઝાદી બાદ સુરક્ષીત રાષ્ટ્રની પ્રગતિ થાય તે અંગે સ્વાતંત્ર્ય માટે બલિદાન આપનાર સાદર સ્મણીય શહીદોના સપનાઓને સાકર કરનારૂ આ વિવિધ આયામ લક્ષી અને નવા સંશોધન સાથેનુ આ સંતુલીત બજેટ તંદુરસ્ત અને આત્મનિર્ભર ભારત ના નિર્માણ નો ધ્યેય સાકાર કરવાની દિશામા આ બજેટ રાષ્ટ્રને હજુય વધુ ગરિમામય રીતે વૈશ્ર્વીક ક્ષેત્રે ટોચ અપાવનારૂ બની રહેશે તેમ આ યાદીના અંતમાં સાંસદ પૂનમબેને જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular