Thursday, September 19, 2024
Homeરાષ્ટ્રીયબાળકોને નાની ઉંમરમાં ચશ્મા માટે મોબાઇલ જવાબદાર

બાળકોને નાની ઉંમરમાં ચશ્મા માટે મોબાઇલ જવાબદાર

બાળકોના હાથમાં મોબાઇલ આપી દેતા માતા-પિતા ચેતે : બાળપણથી જ મોબાઇલનો ઉપયોગ કરવાથી માનસિક રોગોનું જોખમ વધુ

- Advertisement -

આજના બાળકો સવારે ઉઠવાથી લઇને રાત્રે સુવે ત્યાં સુધી મોબાઇલની પાછળ પડેલા રહે છે. તેઓ મોબાઇલમાં એટલા રચ્યાં પચ્યાં હોય છે કે તેમને કોઇ કામ કરવાનું કહેવામાં આવે તો તેમને આજીજી કરવી પડે છે. એટલુ જ નહીં. તેઓને ખવડાવવા માટે પણ ઘણી મહેનત કરવી પડતી હોય છે. અત્યારના સમયમાં માતા-પિતા પણ રમકડુ સમજીને બાળકોના હાથમાં મોબાઇલ આપી દેતા હોય છે. આ ઘણા કારણોને લઇને તથા ઘણા રિસર્ચ અને એનાલિસિસ પછી, નાની ઉંમરના બાળકોને મોબાઇલ આપવાથી તેમનો માનસિક વિકાસ રૂંધાઇ જાય છે અને ઘણી બધી સમસ્યાઓથી ઘેરાઇ જાય છે. ઉપરાંત માનસિક રોગોનું પણ જોખમ વધી જતુ હોય છે. તાજેતરમાં એક એનજીઓ દ્વારા 40 થી વધુ દેશોમાં બાળકો ઉપર રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં 27,969 બાળકોનો સર્વે કરાયો હતો. જેમાં સામે આવ્યું હતું કે, જે પણ નાની ઉંમરમાં મોબાઇલનો ઉપયોગ કરે છે તેમને માનસિક રોગ સાથે સંકળાયેલી બીમારીઓની અસર થતી હોય છે. આ રિસર્ચમાં 74 ટકા યુવાનોમાં માનસિક બીમારી 6 વર્ષની ઉંમર થી જ શરૂ થતી જોવા મળી હતી. જ્યારે 18 વર્ષની ઉંમરમાં મોબાઇલનો ઉપયોગ કરવાથી રિસ્ક ઓછું જોવા મળ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular