Tuesday, December 3, 2024
Homeરાજ્યજામનગરભાદરવાના પ્રારંભ સાથે મેઘ મહેર

ભાદરવાના પ્રારંભ સાથે મેઘ મહેર

ગઇકાલ સાંજથી જામનગર જિલ્લામાં વરસાદનું આગમન : સવારે 12 વાગ્યા સુધીમાં જામજોધપુરમાં દોઢ ઇંચ, કાલાવડમાં 1॥। ઇંચ તથા જામનગરમાં 1 ઇંચ વરસાદ

- Advertisement -

ભાદરવા માસનો પ્રારંભ થયો છે અને આવતીકાલથી ગણેશ મહોત્સવ પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે ભાદરવા માસના પ્રારંભ સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જામનગર શહેર-જિલ્લામાં પણ ગઇકાલથી વાતાવરણમાં પલ્ટાની સાથે છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન જામજોધપુરમાં દોઢ ઇંચ તથા કાલાવડમાં અડધો ઇંચ પાણી વરસ્યું હતું. તેમજ આજે સવારે 6 થી 12 દરમિયાન જામનગર શહેરમાં એક ઇંચ, કાલાવડમાં એક ઇંચ તથા લાલપુર અડધો ઇંચ જામજોધપુર, જોડિયા અને ધ્રોલમાં પોણો ઇંચ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં. આ ઉપરાંત ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં ખુશી છવાઇ હતી.

- Advertisement -

જામનગર શહેર-જિલ્લામાં ગઇકાલે સાંજથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. છેલ્લા થોડા દિવસથી ગરમી બાદ ગઇકાલથી વાતાવરણમાં પલ્ટો આવતાં હવામાન ખાતાની આગાહી મુજબ વરસાદ જોવા મળ્યો હતો. છેલ્લાં 24 કલાક દરમિયાન જામજોધપુર તાલુકામાં દોઢ ઇંચ, કાલાવડ તાલુકામાં અડધો ઇંચ તથા લાલપુરમાં સાત મીમી વરસાદ નોંધાયો હતો. આજે સવારથી પણ જામનગર શહેર-જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. સવારે 6 થી 10 દરમિયાન જામનગર શહેરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. વ્હેલી સવારે થયેલા વરસાદથી શહેરના માર્ગો ભિંજાયા હતાં. આ ઉપરાંત સવારે 6 થી 10 દરમિયાન કાલાવડ તાલુકામાં પોણો ઇંચ, જોડિયામાં 7 મીમી, ધ્રોલમાં 8 મીમી, લાલપુરમાં પાંચ મીમી તથા જામજોધપુરમાં 3 મીમી વરસાદ નોંધાયો હતો.

જામનગર શહેર-જિલ્લાના તાલુકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ વાતાવરણમાં પલ્ટા સાથે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને એક ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો. જોડિયા તાલુકાના પીઠડમાં એક ઇંચ, હડિયાણામાં અડધો ઇંચ, બાલંભામાં પાંચ મીમી, ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણીમાં અડધો ઇંચ તથા લતીપુરમાં સાત મીમી, લૈયારામાં બે મીમી, કાલાવડના તાલુકાના નિકાવા અને ખરેડીમાં છ મીમી, મોટાવડાળામાં પાંચ મીમી, ભલસાણ બેરાજામાં નવ મીમી, મોટાપાંચદેવડામાં અડધો ઇંચ, જામજોધપુર તાલુકાના પરડવા, ધ્રાફા અને વાસજાળિયામાં અડધો-અડધો ઇંચ તથા ધુનડામાં નવ મીમી, લાલપુર તાલુકાના હરિપર અને ભણગોરમાં અડધો-અડધો ઇંચ, મોડપરમાં આઠ મીમી, મોટા ખડબામાં સાત મીમી, પડાણામાં પાંચ મીમી તથા પીપરટોડામાં 3 મીમી વરસાદ નોંધાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular