Friday, June 13, 2025
Homeરાજ્યજામનગરયુવક કોંગ્રેસ દ્વારા ‘નોકરી દો નશા નહીં’ કાર્યક્રમ અંગે મિટિંગ

યુવક કોંગ્રેસ દ્વારા ‘નોકરી દો નશા નહીં’ કાર્યક્રમ અંગે મિટિંગ

ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસ મંત્રી સહિતના ઉપસ્થિત

જામનગર શહેરમાં યુવક કોંગ્રેસ દ્વારા ‘નોકરી દો નશા નહી’ કર્યક્રમ અંગર્તત મિટિંગ યોજાઇ હતી. જેમાં ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસ મંત્રી સહિતના ઉપસ્થિત રહી વિવિધ મુદે ચર્ચા કરી હતી.

- Advertisement -

સમગ્ર ભારતમાં ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસ દ્વારા નોકરી દો નશા નહીં અંતર્ગત એક મુહિમ ચલાવવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાત અને ભારતમાં ડ્રગ્સ અને નશાનો કારોબાર ચાલી રહ્યો છે. તેમાંથી યુવા પેઢી બરબાદ થઇ રહી છે. તેને આ બરબાદીમાંથી રોકી સરકાર રોજગારી સાથે તે માટે યુવક કોંગ્રેસ દ્વારા મુહિમ ચાલી રહી છે. આ અંગે ગત 16 ઓકટોબરના દિલ્હી ખાતે પણ વિરોધ પ્રદર્શન થયું હતું.

આ મુહિમને ગુજરાતમાં ણ આગળ વધારવા અંતર્ગત ગુજરાત યુવક કોંગ્રેસના પ્રભારી અને ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસના મંત્રી બેનસશીસિંગ, ગુજરાત યુવક કોંગ્રેસ મહામંત્રી ઉપેન્દ્રસિંહ જાડેજા, પવનભાઇ મજેઠીયા, રુકમુદીન માથકીયા દ્વારા જામનગર યુવક કોંગ્રેસની ટીમ થે મિટિંગ યોજી હતી. જેમાં આગામી દિવસોમાં આ કાર્યક્રમ અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી.

- Advertisement -

આ કાર્યક્રમમાં જામનગર શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, ગુજરાત યુવક કોંગ્રેસ મંત્રી શક્તિસિંહ જેઠવા, જામનગર જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઇ બાલાસરા, ગુજરાતના મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, જામનગરના પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, જામનગર ઉત્તર વિધાનસભાના હરેન્દ્રસિંહ જાડેજા, જામનગર દક્ષિણ વિધાનસભાના પ્રમુખ દર્શનભાઇ રાઠોડ તેમજ યુવક કોંગ્રેસના હોદેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular