Homeરાજ્યહાલારભાડથરમાં પિતરાઇની નિર્મમ હત્યા નિપજાવનાર ઝડપાયો

ભાડથરમાં પિતરાઇની નિર્મમ હત્યા નિપજાવનાર ઝડપાયો

ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે જમીનના ભાગ બાબતે પોતાના જ પિતરાઈ ભાઈની ઘાતકી હત્યા નિપજાવ્યાના ચકચારી પ્રકરણમાં આરોપી એવા પિતરાઈ ભાઈને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો.

- Advertisement -

ખંભાળિયાથી નજીક આવેલા ભાડથર ગામના વાડી વિસ્તારમાં રહેતા ભોલાભાઈ કારાભાઈ અવસુરા નામના 40 વર્ષના ગઢવી યુવાનને આશરે સાતેક વર્ષથી તેમના પિતરાઈભાઈ નાથાભાઈ લખમણભાઈ અવસુરાને જમીન બાબતે વિવાદ હોય, સોમવારે સાંજે આશરે છ વાગ્યાના સમયે આરોપી નાથા લખમણ અવસુરા લોખંડના તીક્ષણ ધારીયા સાથે આવ્યો હતો અને ભોલાભાઈને માથામાં તેમજ પગના ભાગે લોખંડના ધારિયાના બેફામ ઘા ઝીંકી દેતા લોહી લુહાણ હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તેમજ એલ.સી.બી.ની પોલીસ અને ખંભાળિયાના પી.આઈ. સી.આર. રાણાની ટીમ દ્વારા તાકીદની કાર્યવાહી કરી, આરોપી નાથા અવસુરા (ઉ.વ. 42) ની ગણતરીના કલાકોમાં અટકાયત કરી લેવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે એક મોટરસાયકલ તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ રૂ. 30 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી નાથા અવસુરા સામે અગાઉ પણ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. કરપીણ હત્યાના આ બનાવે નાના એવા ભાડથર ગામમાં ભારે ચર્ચા જગાવી છે.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. સી.આર. રાણા, પી.એસ.આઈ. આર.વી. વસાવા તેમજ સ્ટાફના હેમતભાઈ નંદાણીયા, હરપાલસિંહ જાડેજા, પ્રવીણભાઈ ગોજીયા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, જેઠાભાઈ પરમાર, સામતભાઈ ગઢવી, કાનાભાઈ લુણા, બલુભાઈ ગઢવી અને ભુપેન્દ્રસિંહ જાડેજાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular