Monday, July 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર નજીકથી દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપી લીતું એલસીબી

જામનગર નજીકથી દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપી લીતું એલસીબી

35 બોટલ કબ્જે કરાઈ : નિકાવામાંથી દારૂની બોટલ સાથે શખ્સ ઝબ્બે : સપ્લાયરનું નામ ખુલ્યુ

- Advertisement -

જામનગર શહેર નજીક ખીજડિયા લાલપુર બાયપાસ પસોથી એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી 35 બોટલ દારૂ મળી આવતા ધરપકડ કરી હતી. કાલાવડના નિકાવામાંથી સ્થાનિક પોલીસે દારૂની બોટલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેર નજીક આવેલા ખીજડિયા લાલપુર બાયપાસ રોડ પર સમરસ હોસ્ટેલ પાસેથી દારૂના જથ્થા સાથે શખ્સ પસાર થવાની પો.કો. મયુરસિંહ પરમાર, ઋષિરાજસિંહ વાળા અને હેકો હરદીપ બારડને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબના શખ્સને આંતરીને તલાસી લેતા રોહિત ઉર્ફે ઝીંઝુડો દિનેશ ત્રિવેદી (રહે. સાધના કોલોની) નામના શખ્સના કબ્જામાંથી રૂા.14,000 ની કિંમતની ઇંગ્લીશ દારૂની 35 બોટલ મળી આવતા ધરપકડ કરી હતી.

બીજો દરોડો, કાલાવડ તાલુકાના નિકાવા ગામમાંથી પસાર થતા પ્રતિક ઉર્ફે ભીખો ભુપત વિષ્ણુસ્વામી નામના શખ્સને ગ્રામ્ય પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી દારૂની એક બોટલ મળી આવત) પ્રતિકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં દારૂનો જથ્થો નિકાવાના દિપક ઉર્ફે ઉખેડીયો લખમણ બુસા પાસેથી લીધી હોવાની કેફિયતના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular