Monday, November 4, 2024
Homeરાજ્યજામનગરકાલાવડમાં આર્થિક ખેંચથી કંટાળી યુવાનની આત્મહત્યા

કાલાવડમાં આર્થિક ખેંચથી કંટાળી યુવાનની આત્મહત્યા

શુક્રવારે ઘરે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

- Advertisement -

કાલાવડ ગામમાં આવેલી ખતરી શેરીમાં રહેતાં યુવાને આર્થિક ખેંચથી કંટાળીને તેના ઘરે છતના હુંકમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કાલાવડ ગામમાં આવેલી ખતરી શેરી વિસ્તારમાં રહેતો અને નોકરી કરતો વિશાલભાઈ પ્રવિણભાઈ પરમાર (ઉ.વ.29) નામના યુવાન ઘણાં સમયથી આર્થિક ખેંચ અનુભવતો હતો. જેના કારણે જિંદગીથી કંટાળીને શુક્રવારે સાંજના સમયે તેના ઘરે છતના હુકમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પિતા પ્રવિણભાઈ દ્વારા જાણ કરવામાં આવતા હેકો વી.ડી.ઝાપડીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular