સામાન્ય રીતે કીમતી વસ્તુ સાચવવા માટે લોકો બેન્કનું લોકર પસંદ કરતાં હોય છે, પણ જો આ લોકર જ જોખમી બની જાય તો હાલત કેવી કફોડી બને? આવું જ કંઈક ઉત્તર પ્રદેશમાં બન્યું છે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક મહિલાએ લગભગ દોઢ વર્ષથી બેન્કના લોકરમાં 18 લાખ રૂપિયા રોકડા સાચવીને રાખ્યા હતા. જોકે, તેણીના પૈસા સુરક્ષિત રહ્યા ન હતા. ના! બેન્કમાં ચોરી તો નહતી થઈ, પરંતુ ઊધઈ લોકરમાં મૂકેલા રોકડા પૈસા ચાવી ગઈ હતી. મહિલાનું નામ અલકા પાઠક છે. તેમણે ઓક્ટોબર 2022માં તેની પુત્રીના લગ્ન માટે રાખવામાં આવેલા કેટલાક દાગીના સહિત પૈસા લોકરમાં મૂકી દીધા હતા. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જયારે બેન્ક દ્વારા લોકરના વાર્ષિક મેન્ટેનન્સ અને ઊંઢઈ વેરિફિકેશન માટે અલકા પાઠકને બોલાવવામાં આવ્યાં હતાં. જયારે તેણીએ લોકરનું તાળું ખોલ્યું, ત્યારે તે ચોંકી ગઈ હતી. જયારે તેણીએ લોકરનું તાળું ખોલ્યું, ત્યારે તેણીએ જોયું કે તેમની રોકડ રકમને ઊધઈ ખાય ગઈ છે. મહિલાએ તરત જ બેન્કના શાખા મેનેજરને આ ઘટનાની જાણ કરી હતી, જેથી બેન્કમાં પણ ચિંતાનું વાતાવરણ ઊભું થયું હતું. બેન્કના શાખા મેનેજરે મહિલાની ફરિયાદ સાંભળીને તપાસનો આદેશ આપ્યો હતો. નાનો ધંધો કરતી અને ટ્યુશન ક્લાસ ચલાવતી અલકા પાઠકે પોતાની રોકડ બચત અને દાગીના લોકરમાં સાચવી રાખ્યા હતા. લોકર સ્ટોરેજ માટે જરૂરી સાવચેતીઓથી અજાણ, તેણીએ તેની પુત્રીના લગ્ન માટે ભંડોળનો ઉપયોગ કરવાના ઇરાદાથી કેટલાક મૂલ્યવાન દાગીનાની સાથે આશરે રૂા. 18 લાખ મૂક્યા હતા.બેન્ક લોકરમાં રોકડ અને કીમતી ચીજવસ્તુઓ સાચવવા માટે જરૂરી ચોક્કસ શરતોથી તે અજાણ હોવાનું સ્વીકારતા, અલ્કાએ ખુલાસો કર્યો કે તેણી જાણતી નહતી કે, આ રીતે પૈસા બેન્કના લોકરમાં મૂકવા જોઈએ નહીં. બ્રાન્ચ મેનેજરે ઘટનાની જાણ કરી છે અને નુકસાનની હદની આકારણી કરવા તપાસ શરૂ કરી છે.