Wednesday, August 12, 2026
HomeવિડિઓViral Videoજાણો કેમ વાયરલ થયો આ એસટી કંડક્ટરનો વિડિયો : GSRTCએ લીધી નોંધ...

જાણો કેમ વાયરલ થયો આ એસટી કંડક્ટરનો વિડિયો : GSRTCએ લીધી નોંધ – VIRAL VIDEO

તાજેતરમાં સોશિયલ મીડિયા પર GSRTC બસનો એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બસ કંડક્ટર મુસાફરોને બસમાં સ્વચ્છતા જાળવવા અને નિયમોનું પાલન કરવા ખૂબ જ નમ્રતાપૂર્વક અપીલ કરતા જોવા મળે છે.

- Advertisement -

આ વાયરલ વિડિયોને ધ્યાને લેતા GSRTC નાં અધિકૃત ‘X’ (ટ્વિટર) એકાઉન્ટ (@OfficialGsrtc) પરથી પણ આ વિડિયો મંતવ્ય સાથે પોસ્ટ કરવામાં આવ્યો છે. GSRTC એ પોતાની પોસ્ટમાં લખ્યું છે:”GSRTCની બસમાં કંડક્ટરે મુસાફરોને બસમાં સ્વચ્છતા રાખવા અને બસમાં આપેલી સૂચનાઓનું પાલન કરવા માટે ખૂબ જ નમ્રતાપૂર્વક અપીલ કરી. આવી જાગૃતતા દરેક મુસાફરમાં હોવી જરૂરી છે.”

- Advertisement -

કંડક્ટરની આ નમ્ર અને જવાબદારીપૂર્વકની વર્તણૂકની સોશિયલ મીડિયા પર મુસાફરો અને લોકો દ્વારા ભારે સરાહના કરવામાં આવી રહી છે.કંડક્ટરે બસમાં કચરો ન ફેંકવા અને સફાઈ જાળવવામાં સાથ આપવા વિનંતી કરતા કહ્યું કે તમે તમારી સાથે શું લઈને આવો છો તેના કરતા વધારે જરૂરી છે કે તમે શું છોડીને જાવ છો.આ સરકારી વાહનમાં લખેલા નિયમો વાંચી તેનું પાલન કરવું જરૂરી છે.અને દરેકે પોતાની જવાબદારી સમજીને બસમાં આપેલી કચરાપેટીનો ઉપયોગ કરવો જોઈએ. નિગમે પોતાના અધિકૃત ‘X’ હેન્ડલ પરથી વિડિયો શેર કરી કંડક્ટરના આ પગલાંને બિરદાવ્યું.સરકારી સંપત્તિ અને બસની સ્વચ્છતા રાખવામાં મુસાફરોની પણ એટલી જ જવાબદારી બને છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular