Friday, September 13, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં એકટીવાને પાછળથી ઠોકર મારનાર બાઈકસવારનું અકસ્માતમાં મોત

જામનગરમાં એકટીવાને પાછળથી ઠોકર મારનાર બાઈકસવારનું અકસ્માતમાં મોત

12 દિવસ પહેલાં રાત્રિના સમયે શરૂ સેકશન રોડ પર અકસ્માત: બંને બાઈકસવારો રોડ પર પટકાતા ઈજાગ્રસ્ત: બાઈકચાલકની સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પરથી રાત્રિના સમયે પસાર થતા એકટીવા ચાલકને સામેથી પૂરઝડે આવી રહેલા હોન્ડા બાઈકચાલકે ઠોકર મારી અકસ્માત કરતા આ અકસ્માતમાં બાઈકચાલક યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોેએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં વામ્બે આવાસ પાસે આવેલા મયુરનગર શેરી નં.2/12-બી માં રહેતાં અને ફર્નિચર કામ કરતો ચિરાગભાઇ મનસુખભાઈ વાડોદરીયા (ઉ.વ.30) નામનો યુવાન ગત તા. 12 ના રોજ રાત્રિના સમયે તેના જીજે-10-ડીએમ-2351 નંબરના એકટીવા પર શરૂ સેકશન રોડ, ઈન્કમટેકસ ઓફિસ પાસેથી પસાર થતો હતો તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઈથી આવી રહેલા જીજે-10-સીક્ે-9547 નંબરના બાઈકચાલકે એકટીવાને પાછળથી ઠોકર મારતા અકસ્માત થતા બંને બાઈકસવારો નીચે પડી ગયા હતાં. જેમાં હોન્ડાચાલક નિલેશ ભૂપતભાઈ પિત્રોડા નામના યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી તેમજ એકટીવાચાલક ચિરાગને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી. ત્યારબાદ બંને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન નિલેશ પિત્રોડા નામના યુવાનનું તા.18 ના રોજ મોત નિપજ્યું હતું. બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઇ જે.પી. સોઢા તથા સ્ટાફે એકટીવાચાલકના નિવેદનના આધારે બાઈકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular