ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એનડીપીએસ એકટ કેસનો ફરાર આરોપી ને જામનગર એસઓજી પોલીસે જામનગર શહેરમાંથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં સાજીદ યાસીન ગજિયા વિરૂધ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપી ફરાર હોય હાલમાં જામનગર હોવાની એસઓજીના હિતેશભાઈ ચાવડા, રમેશભાઈ ચાવડા, હર્ષદકુમાર ડોરીયા તથા દિનેશભાઈ સાગઠીયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજીના પીઆઈ બી.એન. ચૌધરી તથા સ્ટાફે પીએસઆઇ એલ.એમ.ઝેરના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા શાહ પેટ્રોલ પંપ પાસેથી સાજીદ યાસીન ગજિયાને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે ધ્રોલ પોલીસને સોંપી આપ્યો હતો.