Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરશેઠવડાળા નજીક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈકસવારનું મોત

શેઠવડાળા નજીક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈકસવારનું મોત

શુક્રવારે બપોરના સમયે ભૂપતઆંબરડી ગામ તરફ જતા સમયે અકસ્માત: શરીરે તથા માથામાં ગંભીર ઈજા : સારવાર કારગત ન નિવડી: લતીપર પાસે ખુટીયાના કારણે બાઈક ધીમુ પાડનાર પ્રૌઢને કારચાલકે ઠોકરે ચડાવ્યાં

- Advertisement -

જામજોધપુર તાલુકાના શેઠવડાળાથી ભૂપતઆંબરડી ગામ તરફ જવાના માર્ગ પરથી પસાર થતા બાઈકચાલક યુવકે તેનું બાઈક પૂરઝડપે બેફીકરાઈથી ચલાવી સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. ધ્રોલ તાલુકાના લતીપર નજીકથી જતા બાઈકસવારને કારચાલક ઠોકર મારી હડફેટે લેતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ભૂપતઆંબરડી ગામમાં રહેતાં ગીરીરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (ઉ.વ.20) નામનો યુવક શુક્રુવારે બપોરના દોઢ વાગ્યાના અરસામાં શેઠવડાળાથી ભૂપતઆંબરડી ગામ તરફ તેના જીજે-7-બીએફ-3892 નંબરના બાઈક પર જતો હતો તે દરમિયાન રોડ પર સ્ટયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા રોડ પર રહેલા થાંભલા સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં યુવકને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા ઘનશ્યામસિંહ જાડેજાએ જાણ કરતા એએસઆઈ એસ.એચ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, ધ્રોલ તાલુકાના લતીપરમાં રહેતાં પ્રૌઢ ગત તા. 1 મે ના રોજ સવારના 7 વાગ્યાના અરસામાં તેના જીજે-10-બીપી-3955 નંબરના બાઈક પર વાડીએથી લતીપુર ગોકુલપર તરફ જતા હતાં તે દરમિયાન બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા ત્યારે રોડ પર ખુટીયો પસાર થતા બાઇક ધીમુ કર્યુ હતું. તે જ દરમિયાન પાછળથી પૂરપાટ આવી રહેલી જીજે-36-એજે-9666 નંબરની ફોર્ચ્યુનર કારે પ્રૌઢના બાઈકને પાછળથી ઠોકર મારી હડફેટે લેતા શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે હેકો કે.ડી. કામરીયા તથા સ્ટાફે ઈજાગ્રસ્ત પ્રૌઢના ભાઈ રમેશભાઈ તેજાભાઈ તાલપરાના નિવેદનના આધારે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular