Wednesday, November 6, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાનું સામાન્ય પ્રવાહનું 91.39% તથા વિજ્ઞાન પ્રવાહનું 90.34% પરિણામ

જામનગર જિલ્લાનું સામાન્ય પ્રવાહનું 91.39% તથા વિજ્ઞાન પ્રવાહનું 90.34% પરિણામ

દ્વારકા જિલ્લાનું સામાન્ય પ્રવાહનું 95.03% તથા વિજ્ઞાન પ્રવાહનું 86.46% પરિણામ: જામનગર જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં 190 વિદ્યાર્થીઓને એ-1 ગે્રડ તથા દ્વારકા જિલ્લામાં 23 વિદ્યાર્થીઓને એ-1 ગે્રડ : વિજ્ઞાન પ્રવાહમાં જામનગર જિલ્લામાં 28 વિદ્યાર્થીઓને એ-1 ગે્રડ તથા દ્વારકા જિલ્લામાં એક પણ વિદ્યાર્થીને એ-1 ગે્રડ નહીં

- Advertisement -

ગુજરાત બોર્ડ દ્વારા આજરોજ ધો. 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લાનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 91.39% તથા દ્વારકા જિલ્લાનું 95.03% પરિણામ આવ્યું છે. જેમાં જામનગર જિલ્લામાં 190 વિદ્યાર્થીઓ એ-1 ગે્રડ સાથે તથા 1236 વિદ્યાર્થીઓ એ-2 ગ્રેડ સાથે ઉત્તિર્ણ થયા છે. દ્વારકા જિલ્લામાં 23 વિદ્યાર્થીઓને એ-1 ગે્રડ તથા 519 વિદ્યાર્થીઓને એ-2 ગે્રડ આવ્યો છે. જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું જામનગર જિલ્લાનું 90.34% તથા દ્વારકા જિલ્લાનું 86.46% પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં 28 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં એકપણ વિદ્યાર્થીને એ-1 ગે્રડ મળ્યો નથી. 20 વિદ્યાર્થીઓ એ-2 ગે્રડ સાથે ઉત્તિર્ણ થયા છે.

- Advertisement -

ગુજરાત બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં ધો. 10 તથા ધો.12 ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ધો.12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું હતું. આજે બોર્ડ દ્વારા સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મત્વના પડાવ સમાન ધો.12 ના પરિણામને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓની આતૂરતાનો અંત આવ્યો છે. રાજ્યમાં ધો.12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ તથા વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ આવ્યું છે. રાજ્યમાં ધો.12 સામાન્ય પ્રવાહમાં કુલ 5522 વિદ્યાર્થીઓને એ-1 ગે્રડ તથા વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1034 વિદ્યાર્થીઓને એ-1 ગે્રડ પ્રાપ્ત થયો છે.

હાલારના પરિણામોની વાત કરીએ તો ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં જામનગર જિલ્લામાં કુલ 1868 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં જે પૈકી 1864 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જેનું 90.34% પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં 28 વિદ્યાર્થીઓને એ-1 ગે્રડ, 252 વિદ્યાર્થીઓને એ-2 ગે્રડ, 425 વિદ્યાર્થીઓને બી-1 ગે્રડ, 449 વિદ્યાર્થીઓને બી-2 ગ્રેડ, 337 વિદ્યાર્થીઓને સી-1 ગે્રડ, 170 વિદ્યાર્થીઓને સી-2 ગ્રેડ તથા 23 વિદ્યાર્થીઓને ડી ગે્રડ મળ્યો છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 348 વિદ્યાર્થીઓ ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં નોંધાયા હતાં. જે પૈકી 347 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું 86.46% પરિણામ આવ્યું છે. દ્વારકા જિલ્લામાં એકપણ વિદ્યાર્થીને એ-1 ગે્રડ મળ્યો નથી. જ્યારે 20 વિદ્યાર્થીઓને એ-2 ગે્રડ, 58 વિદ્યાર્થીઓને બી-1 ગે્રડ, 76 વિદ્યાર્થીઓને બી-2 ગ્રેડ, 86 વિદ્યાર્થીઓને સી-1 ગે્રડ, 50 વિદ્યાર્થીઓને સી-2 ગ્રેડ તથા 10 વિદ્યાર્થીઓને ડી ગે્રડ મળ્યો છે.

- Advertisement -

વિજ્ઞાન પ્રવાહમાં કેન્દ્રવાર પરિણામમાં જામનગર કેન્દ્રનું 87.40% પરિણામ આવ્યું છે. જ્યારે ધ્રોલ કેન્દ્રનું 96.77% પરિણામ આવ્યું છે તેમજ જામ ખંભાળિયા કેન્દ્રનું 90.07 % પરિણામ જાહેર થયું છે. જામનગર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1684 તથા દ્વારકા જિલ્લામાં કુલ 300 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે.

સામાન્ય પ્રવાહના હાલારના પરિણામોની વાત કરીએ તો જામનગર જિલ્લામાં ધો. 12 સામાન્ય પ્રવાહમાં કુલ 7691 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જે પૈકી 7678 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું 91.39% પરિણામ આવ્યું છે. 190 વિદ્યાર્થીઓને એ-1 ગે્રડ, 1236 વિદ્યાર્થીઓને એ-2 ગે્રડ, 1820 વિદ્યાર્થીઓને બી-1 ગે્રડ, 1844 વિદ્યાર્થીઓને બી-2 ગ્રેડ, 1327 વિદ્યાર્થીઓને સી-1 ગે્રડ, 557 વિદ્યાર્થીઓને સી-2 ગ્રેડ તથા 42 વિદ્યાર્થીઓને ડી ગે્રડ મળ્યો છે. જ્યારે દેવભુમિ દ્વારકા જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં કુલ 3533 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જે પૈકી 3518 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેનું 95.03% પરિણામ આવ્યું છે. 23 વિદ્યાર્થીઓને એ-1 ગે્રડ, 519 વિદ્યાર્થીઓને એ-2 ગે્રડ, 939 વિદ્યાર્થીઓને બી-1 ગે્રડ, 987 વિદ્યાર્થીઓને બી-2 ગ્રેડ, 630 વિદ્યાર્થીઓને સી-1 ગે્રડ, 227 વિદ્યાર્થીઓને સી-2 ગ્રેડ તથા 18 વિદ્યાર્થીઓને ડી ગે્રડ મળ્યો છે.

- Advertisement -

કેન્દ્ર વાઈઝ પરિણામની વાત કરીએ તો જામનગર કેન્દ્રમાં 4691 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જે પૈકી 4682 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા 4209 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થતા 89.90% પરિણામ આવ્યું છે. ધ્રોલ કેન્દ્રમાં 1211 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જે પૈકી 1210 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા 1152 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થતા 95.21% પરિણામ આવ્યું છે. કાલાવડ કેન્દ્રમાં 808 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જે પૈકી 805 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા 735 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થતા 91.30% પરિણામ આવ્યું છે. લાલપુર કેન્દ્રમાં 445 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જે પૈકી 445 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા 407 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થતા 91.46% પરિણામ આવ્યું છે. જામજોધપુર કેન્દ્રમાં 536 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જે પૈકી 536 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા 514 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થતા 95.90% પરિણામ આવ્યું છે.

દ્વારકા કેન્દ્રમાં 260 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જે પૈકી 259 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા 234 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થતા 90.35% પરિણામ આવ્યું છે. ખંભાળિયા કેન્દ્રમાં 1367 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જે પૈકી 1364 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા 1301 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થતા 95.38% પરિણામ આવ્યું છે. ભાટિયા કેન્દ્રમાં 1177 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જે પૈકી 1172 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા 1112 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થતા 94.88% પરિણામ આવ્યું છે. ભાણવડ કેન્દ્રમાં 625 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જે પૈકી 619 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા 599 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થતા 96.77% પરિણામ આવ્યું છે. મીઠાપુર કેન્દ્રમાં 124 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જે પૈકી 124 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા 114 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થતા 91.94% પરિણામ આવ્યું છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular