Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજોડિયા તાલુકાના કેશિયા નજીક ટ્રક પાછળ બાઈક ઘુસી જતાં ચાલકનું મોત

જોડિયા તાલુકાના કેશિયા નજીક ટ્રક પાછળ બાઈક ઘુસી જતાં ચાલકનું મોત

હાજીપીરથી દર્શન કરીને આવતા સમયે અકસ્માત: પાછળ બેસેલા યુવકને ગંભીર ઈજા : ચાલકનું ઘટનાસ્થળે જ મોત : પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ

- Advertisement -

જામનગર શહેરના ગરીબનગર વિસ્તારમાં રહેતાં બે યુવાનો હાજીપીરના દર્શન કરી પરત ફરતા હતાં તે દરમિયાન જોડિયા તાલુકાના કેશિયા ગામના પાટીયા નજીક પહોંચ્યા ત્યારે બાઈકચાલકે બેફીકરાઇથી બાઈક ચલાવી આગળ જતાં ટ્રક પાછળ ઘુસી જતાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય યુવાનને ઈજા પહોંચી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના બેડેશ્ર્વર વિસ્તારમાં આવેલા ગરીબનગર પાણાખાણામાં રહેતાં ઈમત્યાઝ અનવર સાંઘાણી નામનો યુવક મંગળવાર અહેમદભાઈ સાથે તેના જીજે-10-ડીપી-1822 નંબરના બાઈક પર હાજીપીરના દર્શન કરી જામનગર પરત આવતા હતાં ત્યારે વહેલીસવારના સાડા છ વાગ્યાના અરસામાં જોડિયા તાલુકાના કેશિયા ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે બાઈક ચાલક અહેમદે બાઈક પરનો કાબુ ગુમાવી આગળ જતાં જીજે-12-બીડબલ્યુ-6105 નંબરના ટ્રક પાછળ અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાછળ બેસેલા ઈમત્યાઝ અનવર સાંઘાણી નામના યુવકને માથામાં ગંભીર ઈઝા પહોંચી હતી અને બાઈક ચાલક અહેમદભાઈને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. બનાવની જાણના આધારે ઈજાગ્રસ્તે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે હેકો એન.એમ. ભીમાણી તથા સ્ટાફે ઈજાગ્રસ્ત ઈમત્યાઝના પિતા અનવરભાઈના નિવેદનના આધારે બાઈકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular