Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકા ફુડ શાખાના દરોડા - VIDEO

જામનગર મહાનગરપાલિકા ફુડ શાખાના દરોડા – VIDEO

કેરીનો રસ અને શેરડીના રસના સેમ્પલ લેવાયા : 15ક કિલો કેરીના રસનો નાશ કરાયો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા ઉનાળાની સીઝનને ધ્યાને લઇ ફુડ શાખા દ્વારા કેરીના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. આ દરોડા દરમિયાન કેરીનો રસ અને શેરડીના રસની સેમ્પલ પણ લેવાયા હતાં અને અખાદ્ય કેરીના રસનો નાશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

ઉનાળાની સીઝનમાં ગરમીને કારણે કેરીનો રસ, કેરી, શેરડીનો રસ સહિતની ચીજવસ્તુઓનું વેંચાણ મોટા પ્રમાણમાં વધતું હોય છે ત્યારે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા કેરીના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં કેરીના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ઉપરાંત કેરીના રસ તથા શેરડીનો રસ વેંચતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરી કેરીના રસ અને શેરડીના રસના સેમ્પણ પણ લેવામાં આવ્યાં હતાં. કેરીના રસને ઘટાદાર બનાવવા માટે કલરનો ઉપયોગ કરવામાં આવતો હોય આ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ 15 કિલો જેટલી કેરીના રસનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો તથા ટેમ્પામાં આવેલી કેરીનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular