Tuesday, October 8, 2024
Homeઆંતરરાષ્ટ્રીયસ્લો ઓવર રેટ માટે રિષભ પંત પર IPLમાં એક મેચનો પ્રતિબંધ અને...

સ્લો ઓવર રેટ માટે રિષભ પંત પર IPLમાં એક મેચનો પ્રતિબંધ અને 30 લાખ દંડ

- Advertisement -

IPL રમી રહેલી દિલ્હી કેપિટલ્સ ટીમને ઝટકો લાગ્યો છે. તેના કેપ્ટન રિષભ પંતને સસ્પેન્ડ કરી દેવાયો છે. રિષભ પંતને રાજસ્થાન રોયલ્સ સામે મેચમાં દિલ્હી કેપિટલ્સના સ્લો ઓવર-રેટ ગુનાના કારણે એક મેચ માટે બેન કરી દેવાયો છે. પંત પર 30 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને IPL કોડ ઓફ કંડક્ટનું ઉલ્લંઘન કરવા માટે એક મેચ માટે બેન કરવામાં આવ્યો છે. પંતની ટીમે રાજસ્થાન રોયલ્સ સામે IPL 2024ની મેચ 56 દરમિયાન સ્લો ઓવર રેટ હેઠળ બોલિંગ કરી હતી. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 7 મે 2024એ થઈ હતી.

- Advertisement -

પંતે મિનિમમ ઓવર રેટ સંબંધિત ઓફેન્સ હેઠળ IPLના કોડ ઓફ કંડક્ટ હેઠળ પંતની ટીમનો આ સિઝનનો આ ત્રીજો ગુનો હતો. તેથી રિષભ પંત પર 30 લાખ રૂપિયાનો દંડ લગાવાયો અને એક મેચ માટે બેન કરવામાં આવ્યો. હવે ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઈંગ ઈલેવનના બાકી સભ્યો પર વ્યક્તિગત રીતે 12 લાખ રૂપિયા કે તેની સંબંધિત મેચ ફી ના 50 ટકા જે પણ ઓછો દંડ લગાવાયો છે.

IPL કોડ ઓફ કંડક્ટના આર્ટિકલ 8 અનુસાર દિલ્હી કેપિટલ્સે મેચ રેફરીના નિર્ણયને પડકાર આપતા અપીલ દાખલ કરી હતી. તે બાદ અપીલની સમીક્ષા માટે BCCI લોકપાલની પાસે મોકલવામાં આવી. લોકપાલે આ મામલાની વર્ચ્યુઅલ સુનાવણી કરી. તે બાદ મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા માનવામાં આવ્યો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular