Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરભગવાન મહાવીરસ્વામીએ કરેલ જૈન સંઘનો સ્થાપના દિવસ ઉજવાયો - VIDEO

ભગવાન મહાવીરસ્વામીએ કરેલ જૈન સંઘનો સ્થાપના દિવસ ઉજવાયો – VIDEO

વૈશાખ સુદી-11 ગઇકાલે ભગવાન મહાવીરસ્વામીએ 4400થી વધુ શ્રમણોને દિક્ષા આપી હતી : જૈન સંઘની સ્થાપના થઇ-જિનવાણીનું શ્રવણ સફળ થયું

- Advertisement -

વૈશાખ સુદી-11 પ્રભુને શ્રીસંઘની શાસનની સ્થાપના કરી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. આ ચાર તેના મહત્વના અંગો બન્યા. પ્રભુએ ધર્મનો ઉપદેશ આપ્યો. 4400થી વધુ દિવસોની સાધના કરનાર પ્રભુએ આ દિવસે 4400થી વધુ શ્રમણોને એક જ ધડાકે દિક્ષા આપી. શાસન સ્થાપના દિનનું જૈન સમાજમાં અનેરું મહત્વ છે. કારણ કે, શાસન થયું તો જૈન ધર્મ થયો, આરાધના થઇ, જિનવાણીનું શ્રવણ સફળ બન્યું. જે ઉજવણી જામનગર શહેરના પેલેસ દેરાસર તથા પટેલ કોલોનીમાં ઓલ શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસરે પ્રભાત ફેરી કાઢી ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

24માં તિર્થંકર ભગવાન મહાવીરસ્વામીનો ગત શનિવારે કેવળજ્ઞાન કલ્યાણક હતો. જેના બીજા જ દિવસે એટલે કે, ગઇકાલે રવિવારે ભગવાન મહાવીરસ્વામીએ જૈન શાસન સંઘની આજથી 2480 વર્ષ પૂર્વે સ્થાપના કરી હતી. જેથી આ વિશ્ર્વમાં આ દિવસે સંઘ સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જામનગર શહેરમાં આવેલ પેલેસ દેરાસરમાં મુળનાયક ભગવાન મહાવીરસ્વામી બિરાજમાન છે. ત્યાં ઉપાશ્રયમાં સાધ્વીજી મહારાજસાહેબની નિશ્રામાં સંઘના શ્રાવક-શ્રાવિકા, બાળકોએ રેલી કાઢી ત્યારબાદ અહીં આવેલ પાઠશાળામાં આવતા બાળકો દ્વારા જૈન શાસનના સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. ઉપરાંત શહેરના પટેલ કોલોની શેરી નં. 6માં આવેલ શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયથી સંઘના ભાઇઓ, બહેનો, બાળકોએ વિકાસગૃહ રોડ પરથી પરત દેરાસર સવારે 7 વાગ્યે પ્રભાતફેરી કાઢી હતી. જેમાં ‘વિરપ્રભુનો જયજયકાર’, ‘જૈનમ્ જયતિ શાસનમ’ના નારા માર્ગો પર ગુંજી ઉઠયા હતાં. રાત્રીના પેલેસ દેરાસર ભગવાન મહાવીરસ્વામીને અદ્ભૂત આંગી કરવામાં આવી હતી. જેના જૈન-જૈનેતરોએ બહોળી સંખ્યામાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉપરાંત પટેલ કોલોની દેરાસરમાં પણ આંગીના દર્શન થયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular