Tuesday, October 8, 2024
Homeઆંતરરાષ્ટ્રીયવિશ્વના એવા 10 દેશો કે જ્યાં રહેવા માટે મહિને લાખો રૂપિયા પણ...

વિશ્વના એવા 10 દેશો કે જ્યાં રહેવા માટે મહિને લાખો રૂપિયા પણ ઓછા પડે

- Advertisement -

તાજેતરમાં વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ વેબસાઈટ પ્રમાણે વર્ષ 2024 ના 10 સૌથી મોંઘા દેશોની યાદી બનાવવામાં આવી છે. સામાન્ય રીતે દરેક દેશમાં લોકોની માથાદીઠ આવક અને માથાદીઠ ખર્ચ અલગ હોય છે. મોંઘા દેશોમાં જીવનનિર્વાહ ખર્ચ વધુ હોય છે. જ્યારે ગરીબ વિકાસશીલ દેશોમાં ઓછો હોય છે.

- Advertisement -

આ દસ દેશોની યાદીમાં પ્રથમ નામ મોનાકોનું છે. જે સૌથી મોંઘો દેશ છે. ત્યાં રહેવા માટે મહિને 3.1 લાખ ભારતીય ચલણ મુજબ કમાણી કરવી પડે છે. જ્યારે કેમેન ટાપુઓ કેરેબીયન સમુદ્રમાં આવેલો એક બ્રિટીશ ઓવરસીઝ ટેરીટરો જ્યાં રહેવા ભારતીય ચલણ મુજબ 2.3 લાખ પ્રતિ માસ કમાવા પડે છે. ભારતીય ફિલ્મોમાં ફેમસ એવા સ્વિત્ઝલેન્ડમાં 2.08 લાખ પ્રતિ માસનો ખર્ચ થાય છે. જ્યાં ઘણાં ખરા ફિલ્મોના શુટીંગ થાય છે. આયલેન્ડની વાત કરીએ તો 1.9 લાખ પ્રતિમાસ, લિકટેંસ્ટાઈનમાં 1.9 લાખ જ્યારે આઈસલેન્ડમાં 1.84 લાખ, સિંગાપોર માટે 1.81 લાખ પ્રતિ માસ ખર્ચ થાય છે. અમેરિકા આ લીસ્ટમાં 10મા સ્થાને છે. જ્યાં રહેવાનો ખર્ચ ભારતીય ચલણ મુજબ 1.62 લાખ થાય છે. જે એક મોટો અને વિકસિત દેશ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular