કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામમાં આવેલા ખેતરમાં ખેતીકામ કરતા સમયે સાતીની કોસ વૃધ્ધના ગુપ્તાંગમાં વાગી જતાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામમાં રહેતાં અને ખેતી કરતા પરશોભાઈ ભુરાભાઈ કોટડિયા (ઉ.વ.72)નામના વૃદ્ધ ગત શનિવારે બપોરના સમયે ગામની સીમમાં આવેલા ખેતના ખેતરમાં ટ્રેકટરથી ખેતી કામ કરતા હતાં ત્યારે ટે્રકટરની પાછળ લાગેલી સાતીની કોસ કામ કરતા સમયે વૃધ્ધના ગુપ્તાંગના ભાગે વાગી જતાં ગંભીર ઇજા પહોંચી હતી ત્યારબાદ વૃધ્ધને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકનાભાઈ જમનભાઈ દ્વારા જાણ કરાતા હેકો જી આર ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.