Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરકોંગ્રેસ નેતાના વાણી-વિલાસને લઇ જામનગર ભાજપા દ્વારા પૂતળા દહન

કોંગ્રેસ નેતાના વાણી-વિલાસને લઇ જામનગર ભાજપા દ્વારા પૂતળા દહન

- Advertisement -

કોંગ્રેસના નેતા સામ પિત્રોડા દ્વારા ભારતીયો વિશે કરેલ વાણી-વિલાસને લઇ જામનગર શહેર ભાજપા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કોંગે્રસના નેતા પુતળા દહન કરી કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં. ધારાસભ્ય, સંગઠનના હોદ્ેદારો, કાર્યકરો ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

- Advertisement -

કોંગ્રેસના સામ પિત્રોડા દ્વારા કરવામાં આવેલા વાણી-વિલાસને લઇ જામનગર શહેર-જિલ્લા ભાજપા દ્વારા અટલ ભવન જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસના નેતા સામ પિત્રોડાનું પૂતળા દહન કરી કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચારો કર્યા હતાં. જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ મુંગરા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડક કેતનભાઈ નાખવા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઈ કનખરા, કોર્પોરેટરો ગોપાલભાઇ સોરઠીયા, પાર્થભાઈ જેઠવા, અરવિંદભાઈ સભાયા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી સહિતના અગ્રણીઓ, સંગઠનના હોદ્ેદારો-કાર્યકરો ઉપસ્થિત રહી વિરોધ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular