Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરત્રણ જુગાર દરોડામાં સાત મહિલા સહિત સતર પત્તાપ્રેમીઓ ઝડપાયા

ત્રણ જુગાર દરોડામાં સાત મહિલા સહિત સતર પત્તાપ્રેમીઓ ઝડપાયા

જામજોધપુરના હોથીજીખડબાની સીમમાંથી પાંચ શખ્સોને જુગાર રમતાં ઝડપી લઇ 96270ની રોકડ સહિત કુલ રૂા. 2 લાખથી વધુનો મુદામાલ કબજે

- Advertisement -

જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામની સીમમાંથી સ્થાનિક પોલીસે પાંચ શખ્સોને તિનપત્તીનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 96270ની રોકડ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો. જામનગરના વાલ્કેશ્વરી વિસ્તારમાં આદર્શ રેસીડેન્સીમાંથી સીટી-બી પોલીસે સાત મહિલાઓને તિનપત્તીનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 15500નો મુદામાલ કબજે કર્યો હતો. જામનગરના ગરીબનગર પાણાખાણ વિસ્તારમાંથી પાંચ શખ્સો તીનપતીનો જુગાર રમતાં ઝડપાયા હતાં.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના હોથીજીખડબા ગામની સીમમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની પીએસઆઇ એમ.એલ. ઓડેદરા તથા પોકો કૌશિકભાઇ કાંબરીયાને મળેલ બાતમીના આધારે જામજોધપુર પોલીસે રેડ દરમિયાન કરશન લખા, દીલીપ ઉર્ફે મુન્ના પ્રભાશંકર વ્યાસ, સવદાસ દાના બરાઇ, દેવીયા જેસા મસુરા તથા મહેશ નાથા બરાઇ નામના પાંચ શખ્સોને તીનપતીનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 96270ની રોકડ તથા વાહનો અને મોબાઇલ ફોન સહીત કુલ રૂા. 2,31,270નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો જામનગર શહેરમાં વાલ્કેશ્વરીનગરી સનસાઇન સ્કૂલની બાજુની ગલીમાં આદર્શ રેસીડેન્સીમાં ચોથા માળે બ્લોક નં. 402માં રહેતાં મહિલા પોતાના રહેણાંક મકાનમાં બહારથી મહિલાઓ બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતાં હોવાની સીટી-બીના પોકો મયુરરાજસિંહ જાડેજા, સાજીદભાઇ બેલીમ, જયદીપસિંહ જાડેજા તથા હેકો ક્રિપાલસિંહ સોઢાને મળેલ બાતમીના આધારે પોલીસે રેઇડ દરમિયાન સાત મહિલાઓને રૂા. 15500ની રોકડ સહિતના મુદામાલ સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો જામનગર શહેરમાં ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની સીટી-બીના હેકો રાજેશભાઇ વેગડ, પોકો હિતેશભાઇ મકવાણા તથા કલ્પેશભાઇ અઘારાને મળેલ બાતમીના આધારે પોલીસે રેઇડ દરમિયાન અકરમ નુરમામદ પરીઠ, સાલેમામદ અબ્બાસ હાજીઘાત, જાહીદ જુસબ ગજ્જણ, સાકીદ ઉર્ફે સાકીર જુસબ ગજ્જણ તથા આસીફ સતાર બુચડ નામના પાંચ શખ્સોને રૂા. 12700ની રોકડ સહિતના મુદામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular