Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરસતવારા સમાજના પૂર્વપ્રમુખ સહિત 200થી વધુ અગ્રણીઓના કેસરીયા - VIDEO

સતવારા સમાજના પૂર્વપ્રમુખ સહિત 200થી વધુ અગ્રણીઓના કેસરીયા – VIDEO

15થી વધુ ગામના અગ્રણીઓ ભાજપામાં જોડાયા : સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા સહિતના અગ્રણીઓએ ખેસ પહેરાવી આવકાર્યા

- Advertisement -

જામનગર જિલ્લાના મોરકંડા ગામના પૂર્વસરપંચ સહિત 15 ગામના 200થી વધુ સતવારા સમાજના અગ્રણીઓ ગઇકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં. સાંસદ પૂનમબેન માડમ તથા જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓએ તેમને ખેસ પહેરાવી આવકાર્યા હતાં.

- Advertisement -

લોકસભાની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થઇ ચૂકયું છે અને ઉમેદવારીપત્રો ભરવા સહિતની કામગીરીનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યોથી પ્રેરાઇને કોંગ્રેસ-આપ સહિતની પાર્ટીઓના હોદ્ેદારો કાર્યકરો ભાજપામાં જોડાઇ રહ્યા છે. જામનગર સતવારા સમાજના અગ્રણીઓ, પૂર્વપ્રમુખો સહિત 15 જેટલા ગામના 200થી વધુ સતવારા સમાજના અગ્રણીઓ ગઇકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં. જામનગરના મોરકંડા ગામના પૂર્વ સરપંચ અને સતવારા સમાજના પૂર્વપ્રમુખ તથા 40 વર્ષ સરપંચ તરીકેની સેવા બજાવનાર ભનુભાઇ ચૌહાણ (ભનાબાપા), સતવારા સમાજ જામનગરના ઉપપ્રમુખ પ્રવિણભાઇ કટેશીયા, સતવારા સમાજ જામનગરના કારોબારી સભ્ય જયસુખભાઇ નકુમ, કોંગ્રેસના તાલુકા પંચાયત સભ્ય અરજણભાઇ નકુમ સહિત 15 જેટલા ગામના 200થી વધુ સતવારા સમાજના અગ્રણીઓએ કેસરીયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં.

- Advertisement -

વડાપ્રધાન તથા ભાજપાના વિકાસ કાર્યો અને વિચારોથી ભાજપાના વિકાસકાર્યો અને વિચારોથી પ્રેરાઇને ભાજપામાં જોડાયેલા સતવારા સમાજના 200થી વધુ અગ્રણીઓ, હોદ્ેદારો, કાર્યકરોને હાલારના સાંસદ પૂનમબેન માડમ, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ ભોજાણી, ડો. વિનોદ ભંડેરી, સુરેશભાઇ વસરા, દિલીપસિંહ ચુડાસમા સહિતનાએ ખેસ પહોેરાવી સૌને આવકાર્યા હતાં અને ભાજપામાં પ્રવેશ કરાવ્યો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular