Saturday, July 25, 2026
Homeરાજ્યજામનગરજામનગરના યુવાનનો સાતમા માળેથી ઝંપલાવી આપઘાત

જામનગરના યુવાનનો સાતમા માળેથી ઝંપલાવી આપઘાત

જામનગર શહેરના ઇવા પાર્કમાં રહેતાં યુવાન ગુલાબનગર, મોહનનગર આવાસના સાતમા માળેથી અગમ્ય કારણોસર ઝંપલાવી જિંદગી ટૂંકાવી હતી. પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરના રણજિતસાગર રોડ, ઇવા પાર્ક-2, શેરી નંબર પાંચમા યજ્ઞેશભાઇ ઉર્ફે યોગેશભાઇ લલિતભાઇ મહેતા (ઉ.વ.40) નામના યુવાને તા. 24ના ગુલાબનગર, મોહનનગર આવાસ બિલ્ડીંગ નંબર 18ના સાતમા માળે રૂમની બારીમાંથી છલાંગ લગાવતા નીચે પટકાયા હતાં. જેમાં તેમને શરીરે ઇજાઓ પહોંચતા મૃત્યુ નિપજયું હતું. આ અંગે રેખાબેન પ્રફુલભાઇ સંઘવી દ્વારા પોલીસ સ્ટેશનના હે.કો. એમ. ડી. મોરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular