Monday, April 20, 2026
Homeરાજ્યજામનગરજામનગર મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર એસો. દ્વારા વાર્ષિક સામાન્ય સભા યોજાઇ

જામનગર મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર એસો. દ્વારા વાર્ષિક સામાન્ય સભા યોજાઇ

જામનગરમાં તા.18ના JMA (Jamnagar Mutual Fund Distributor Asso.) દ્વારા હોટેલ લેમન ટ્રી, દિગ્જામ સર્કલ માં AGM(વાર્ષિક સામાન્ય સભા)નું આયોજન કરાયું હતું. આ AGMમાં અતીનભાઈ શેઠે 2025-26 નાણાકીય વર્ષના વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતા અને હાજર રહેલા મેમ્બર દ્વારા સર્વાનુમતે પાસ કર્યા હતાં.

- Advertisement -

ચિરાગભાઈ પોરેચા કે જે જામનગરના એક પ્રખ્યાત એમએફડી છે એમણે એમએફડી પ્રોફેશનમાં શું ચેલેન્જ છે અને એમનું સોલ્યૂશન કેમ લાવવું ઉપરાંત દરેક mfd આ પ્રશ્નોનું ખૂબ સારી રીતે નિરાકરણ લાવી આપ્યું હતું.

હિરેનભાઈ નંદા કે જેઓ ચાર્ટર એકાઉન્ટન્ટ છે અને mfd પણ છે એમણે જીએસટીના mds માટે આવેલા નવા નિયમોનું ઊંડાણ પૂર્વક માહિતી આપી હતી અને મેમ્બરના પ્રશ્ર્નોનું સમાધાન પણ કરી આપ્યું હતું

- Advertisement -

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રેસિડન્ટ અપૂર્વ રાઠી અને અતિન શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના 110 જેટલા મ્યુચુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર ઉપસ્થિત રહ્યા હતા. આ agm માટે પોરબંદર થી  SKIFAA ના પ્રેસિડન્ટ જયેશભાઈ પત્તાની, રાજકોટથી ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ પેનલના મેમ્બર ચેતનભાઈ નંદાણી અને જિગ્નેશભાઈ ગોવાણી, પ્રકાશભાઈ છાબરીયા, JMA ના પ્રેસિડન્ટ અપૂર્વ રાઠી, અતિન શેઠ, હિરેન નંદા, નીરવ ઓઝા, જ્યોતિરાજા સોઢા, મન વાજા, દિપક પુંજાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular