Saturday, June 14, 2025
Homeરાજ્યજામનગરજામનગર મહાનગર પાલિકા મિલ્કત વેરા શાખા રીબેટ યોજના અમલી... - VIDEO

જામનગર મહાનગર પાલિકા મિલ્કત વેરા શાખા રીબેટ યોજના અમલી… – VIDEO

જામનગર મહાનગર પાલિકા દ્વારા રીબેટ યોજના શરૂ કરવામાં આવી છે. જે તા.૧૬/૦૪/૨૫ થી તા.૩૧/૦૫/૨૫ સુધી કાર્યરત રહેશે. ચાલુ નાણાંકિય વર્ષ એટલે કે સને ૨૦૨૫ – ૨૬ નાં વર્ષમાં એડવાન્સ મિલ્કત વેરા, વોટર ચાર્જ, સોલીડ વેસ્ટ કલેક્શન ચાર્જ, ફાયર ચાર્જીસ, એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ/ ગ્રીનરી ચાર્જ, સ્ટ્રીટ લાઈટ યુસેઝ ચાર્જ ની રકમ ઉપર વેરા વળતર મળશે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દવારા અગાઉના વર્ષની જેમ જ જે તે કેટગરી વાઈઝ વર્ષ :-૨૦૨૫-૨૬ અંતર્ગત જાહેર થયેલ રીબેટ યોજના અંતર્ગત એડવાન્સ મિલ્કત વેરા, [જનરલ ટેક્સ (સામાન્ય (કર) + કન્ઝર્વસી એન્ડ સુઅરેજ ટેક્સ (સફાઈ કર), વોટર ચાર્જ, સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જ, ફાયર ચાર્જ, એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ / ગ્રીનરી ચાર્જ તથા સ્ટ્રીટ લાઈટ યુસેઝ ચાર્જ ની રકમ એડવાન્સમાં ભરનાર દરેક કરદાતાઓને નીચે મુજબ નિયત થયેલ કેટગરી અનુસાર ૧૦% થી ૨૫% સુધીનું રીબેટ તા.૧૬/૦૪/૨૫ થી તા.૩૧/૦૫/૨૫ સુધી મળવાપાત્ર છે. આ રીબેટ યોજનાનો લાભ જે કરદાતાઓએ અગાઉનાં તમામ પ્રકારનાં વેરા ભરપાઈ કરેલ હશે તેવા કરદાતાઓને જ લાભ આપવામાં આવશે.

- Advertisement -

(૧) સામાન્ય કરદાતાઓ (એડવાન્સ ટેકસ ૧૦% રીબેટ)

(૨) સિનીયર સિટીઝન (એડવાન્સ ટેકસ ૧૦% + સિનીયર સિટીઝન ૫% = ૧૫% રીબેટ) (તા.૩૧/૦૩/૨૦૨૫ નાં રોજ સિનીયર સિટીઝનનો દરજજો ધરાવતાં હોય તેવા નાગરીકો માટે)

- Advertisement -

( ૩) શારીરીક ખોડખાપણ ધરાવતી વ્યકિતીઓ(એડવાન્સ ટેક્સ ૧૦% + વધારાનું ૫% = ૧૫% રીબેટ)

(૪) બી.પી.એલ. કાર્ડ ધારક વિધવાઓ (એડવાન્સ ટેકસ ૧૦% + વધારાનું ૫% = ૧૫% રીબેટ)

(૫) કન્યા છાત્રાલયને કરવેરામાં રાહત (એડવાન્સ ટેકસ ૧૦% + વધારાનું ૧૫% = ૨૫% રીબેટ)

(૬) માજી સૈનિકોને કરવેરામાં રાહત (એડવાન્સ ટેકસ ૧૦% + વધારાનું ૧૫% = ૨૫% રીબેટ)

(૭) સ્વાતંત્રય સેનાનીઓ અને શહિદોની વિધવાઓને કરવેરામાં રાહત (એડવાન્સ ટેકસ ૧૦% + વધારાનું ૧૫% = ૨૫% રીબેટ)

(૮) અનાથાશ્રમ, વૃધ્ધાશ્રમ, અપંગ આશ્રમ, અને અંધાશ્રમને કરવેરામાં રીબેટ (એડવાન્સ ટેકસ ૧૦% + વધારાનું ૧૫% = ૨૫% રીબેટ)

(૯) સતત ત્રણ વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને ૨% વધુ રીબેટ

(૧૦) ઓનલાઈન ટેકસ ભરનારને ૨% ડીસ્કાઉન્ટ (વધુમાં વધુ રૂા.૨૫૦/-)

(૧૧) ગ્રીન એન્જીમાં પ્રોત્સાહન સ્વરૂપે સને ૨૦૨૫-૨૬ ના વર્ષ અગાઉ રહેણાંક મિલ્કતોમાં તથા બિન રહેણાંક મિલ્કતોમાં સોલાર અને સોલાર રૂફટોપ એનર્જી સિસ્ટમ વ્યકિતગત ધોરણે ઈનસ્ટોલ કરવામાં આવેલ હોય, તેઓને એક વખત હાઉસ ટેકસના ધોરણે પ% ટેક્સમાં રીબેટ મળવાપાત્ર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular