Sunday, April 27, 2025
Homeરાજ્યજામનગરઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જામનગર મેયર-11 ચેમ્પિયન

ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જામનગર મેયર-11 ચેમ્પિયન

ગુજરાત મહાનગરપાલિકા ટી-20 ટૂર્નામેન્ટમાં જામનગર મેયર-11 ની ટીમે ફાઈનલમાં ગંધીનગર મેયર-11 ને હરાવી ચેમ્પિયન બની હતી. ફાઈનલમાં ધારાસભ્ય અને કોર્પોરેટર દિવ્યેશભાઈ અકબરીએ ત્રણ વિકેટ ઝડપી હતી તથા કેતન નાખવ એ 94 રન ફટકાર્યા હતાં.

- Advertisement -

ગાંધીનગર ખાતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા દરેક મહાનગરપાલિકાની મેયર ઈલેવન તથા કમિશનર ઈલેવનની ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી એ આ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં શનિવારે જામનગર મેયર-11 ની ટીમે સેમીફાઈનલમં વડોદરા મેયર-11 ને હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ગઈકાલે રવિવારે જામનગર મેયર-11 અને ગાંધીનગર મેયર-11 વચ્ચે ફાઇનલ રમાઈ હતી. જેમાં જામનગર મેયર-11 વતી કેતન નાખવા એ 94 રન ફટકાર્યા હતાં. જ્યારે દિવ્યેશ અકબરી એ ત્રણ વિકેટ ઝડપી હતી. કેતન નાખવાને મેન ઓફ ધ મેચ, જયરાજસિંહ જાડેજાને બેસ્ટ બોલર તથા ધવલ નંદ એ બેસ્ટ બેટસમેન જાહેર કર્યા હતા.

જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદ ખીમસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા સહિતના પદાધિકારીઓ મેચ નિહાળવા પહોંચ્યા હતાં. જામનગર મેયર-11 ચેમ્પિયન થતા મેયર સહિતના પદાધિકારીઓ ઝુમી ઉઠયા હતાં અને ગરબા રમી વિજયની ઉજવણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular