જામનગરના ગર્ભ સંસ્કાર અને ગર્ભવિજ્ઞાન નિષ્ણાત તથા જાણીતા આયુર્વેદ ગાયનેકોલોજીસ્ટની ગુજરાત સરકાર દ્વારા રાજ્યના હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડીપાર્ટમેન્ટ દ્વારા “ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ અને યુનાની સિસ્ટમ ઓફ મેડીસીન” માં નિમણૂક કરવામાં આવી છે. ડૉ. કરિશ્માબહેન સંઘ વિચારથી પ્રેરિત “આયુર્વેદ વ્યાસપીઠ” સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષા છે. તેમજ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના “સમર્થ ભારત” પ્રકલ્પના સૂરત તેમજ ગાંધીધામ ખાતેના મુખ્ય વૈદ્ય છે. તેઓ સમગ્ર સૌરાષ્ટ્રના આયુર્વેદ પ્રસિદ્ધ “વેદગર્ભા ક્લિનિક” ના પણ ડાયરેક્ટર છે તથા કુંવરબાઈ જૈન ધર્મશાળા ખાતે આવેલા શ્રી પ્રભાબહેન આરોગ્ય કેન્દ્રના ચીફ ફિઝીશ્યન છે. ડૉ. કરિશ્માબહેન ડૉ. બાબાસાહેબ ઓપન યુનિવર્સિટી અમદાવાદ તથા ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સાથે એકેડેમિક તેમજ રિસર્ચની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. ગુજરાત સરકાર દ્વારા તેઓની આ મહત્વના હોદ્દા પર નિમણૂક થતાં જામનગર પ્રેકટીશનર એસોસિએશનના ડૉક્ટર્સ દ્વારા હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું છે.