Friday, March 29, 2024
Homeરાજ્યગુજરાતગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા તરીકે ઠુમ્મર કે પછી,...

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા તરીકે ઠુમ્મર કે પછી, વંશ ?

- Advertisement -

- Advertisement -

ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતાની પસંદગીનું કોકડું છેલ્લા ઘણા સમયથી ગૂંચવાયેલું છે. જેને લઇને કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સુધારવા માટે પ્રયાસો હાથ ધરાયા છે જે અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજસ્થાનના ડો.રઘુ શર્મા સાથે ગુજરાતના કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં તાજેતરમાં એક બેઠક યોજાઇ હતી જેની ફળશ્રુતિ રૂપે હવે ટૂંક સમયમાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસને નવા પ્રમુખ અને વિધાનસભા વિપક્ષી નેતાના નામ જાહેર થાય તેવી વકી છે.

નોંધનીય બાબત છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ તેમનું રાજીનામું હાઈકમાન્ડને મોકલી આપ્યું હતું. પણ તે સમયે હાઈકમાન્ડ દ્વારા તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નહોતું પણ હવે નવા પ્રભારીની નિમણૂક થયા બાદ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા બદલવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ઓબીસી સમાજના નેતા હોઈ શકે છે. જગદીશ ઠાકોરને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજમાં ખૂબ મોટું નામ ધરાવે છે. ગુજરાતના કોંગ્રેસના સંગઠનમાં 4 કાર્યકારી પ્રમુખ અને 1 પ્રમુખના નામની જાહેરાત ટૂંક સમયમાં થઇ શકે છે. એવી પણ માહિતી મળી રહી છે કે, વિપક્ષના નેતા પાટીદાર અથવા તો દલીત સમાજના કોઈ નેતાને બનાવવામાં આવી શકે છે. જગદીશ ઠાકોર બોલવામાં ખૂબ જ માહિર છે અને તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે.

અગાઉ દિલ્હીમાં જ્યારે કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી ત્યારે પણ ચર્ચાઓ ચાલી રહી હતી કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર અને વિપક્ષના નેતાનું સ્થાન વીરજી ઠુમ્મરને મળી શકે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પકડ મજબૂત કરવા માટે કોંગ્રેસ દ્વારા આ રણનીતિ હોવાની પણ ચર્ચાઈ રહ્યું હતું. વીરજી ઠુમ્મર કોંગ્રેસના અનુભવી નેતા છે તેઓ સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે તેઓ એક વખત સાંસદ પણ રહી ચૂક્યા છે અને હાલ કોંગ્રેસના ધારાસભ્ય છે. આ ઉપરાંત વિપક્ષી નેતા તરીકે કોળી નેતા અને વિધાનસભા ગૃહના અભ્યાસુ પૂંજાભાઇ વંશનું પણ નામ વિપક્ષી નેતા તરીકે પણ ચાલી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular