Saturday, October 12, 2024
Homeરાષ્ટ્રીયઈન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક આવતીકાલથી બંધ થઇ જશે ?

ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક આવતીકાલથી બંધ થઇ જશે ?

- Advertisement -

ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક બે દિવસમાં બંધ થઇ જશે યુઝર્સને તેનો ભય સતાવી રહ્યો છે. કારણકે  ડિજિટલ કન્ટેન્ટ ફિચરિંગને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે ઘડેલી આચારસંહિતા અને ત્રિ-સ્તરીય ફરિયાદ નિવારણના માળખાને અમલી બનાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, જે ડેડલાઈન 26મી મે ના રોજ પુરી થઈ રહી છે અને હજુ આ કંપનીઓએ કેન્દ્રના નવા નિયમોનું પાલન કર્યું નથી. જેના કારણે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ બંધ થઈ જશે તે પ્રશ્ન ચર્ચામાં છે.

- Advertisement -

સરકારે ગત 25 ફેબ્રુઆરીના રોજ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા કંપનીઓ માટે વધુ કડક નિયમોની જાહેરાત કરી હતી. જે હેઠળ તેમણે અધિકારીઓ દ્વારા રિપોર્ટ કરાયેલી સામગ્રીને 36 કલાકમાં હટાવવી પડશે. ભારતીય માઈક્રોબ્લોગિંગ સાઈટ કૂ (Koo) એ શનિવારે કહ્યું કે તેણે આ મહિનાના અંત સુધીમાં નિર્ધારિત સમયમર્યાદા પહેલા જ ડિજિટલ પ્લેટફોર્મ માટે નવા દિશાનિર્દેશનું પાલન કરી લીધુ છે. પરંતુ અન્ય કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે હજુ સુધી આમ કર્યું નથી. 

 જોકે ત્રણ મહિનાની મુદત પછી પણ ફેસબુક-ટ્વિટર કે ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા કંપનીઓએ નિયમોના પાલનમાં કોઈ રુચિ દર્શાવી નથી. સરકારે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ કંપનીઓને એ લાગુ કરવા માટે ત્રણ મહિનાનો સમય પણ આપ્યો હતો. ડિજિટલ મીડિયા કે સોશિયલ પ્લેટફોર્મ્સને નિયંત્રિત કરવા માટે લાવવામાં આવેલા આ કાયદાને 26 મેથી લાગુ કરાશે. 

- Advertisement -

 ભારતમાં, 53 કરોડ વોટ્સએપ યુઝર્સ, 40 કરોડ ફેસબુક અને 1 કરોડ ટ્વિટર યુઝર્સ છે. કેટલીક કંપનીઓએ સરકારને નિયમોનું પાલન કરવા 6 મહિનાની માંગણી કરી હતી, પરંતુ કંપનીઓની માંગણી અંગે સરકારે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. એટલે કે, બધી સોશિયલ મીડિયા કંપનીઓ પાસે માત્ર 2 દિવસનો સમય બાકી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular